Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

હિંદુઓને લઘુમતી જાહેર કરવાનું કામ સુપ્રીમનું નથી

લઘુમતી અંગેનો અભ્યાસ અધિકારક્ષેત્રની બહાર : સુપ્રીમ રેકોર્ડ પર અધિકૃત સામગ્રી વિના રાજ્યોમાં હિંદુઓને લઘુમતી જાહેર કરવાનો આદેશ જારી કરી શકતી નથી

નવી દિલ્હી, તા.૯ : સુપ્રીમ કોર્ટે કહ્યુ કે જે રાજ્યોમાં હિન્દુઓની સંખ્યા અન્ય સમુદાયો કરતા ઓછી છે ત્યાં તેમને લઘુમતી જાહેર કરવા કોર્ટનુ કામ નથી. લઘુમતી સ્થિતિનુ નિર્ધારણ અમુક અનુભવજન્ય પરિબળો અને આંકડા પર નિર્ભર કરે છે. જેના કારણે આ અભ્યાસ તેમના અધિકારક્ષેત્રથી બહાર છે.

જજ ઉદય યૂ લલિત અને જજ એસ રવીન્દ્ર ભટની બેન્ચ અનુસાર સુપ્રીમ કોર્ટ રેકોર્ડ પર અધિકૃત સામગ્રી વિના રાજ્યોમાં હિંદુઓને લઘુમતી જાહેર કરવાનો સામાન્ય આદેશ જારી કરી શકતી નથી. બેન્ચે અરજીકર્તા દેવકીનંદન ઠાકુર જી તરફથી રજૂ વકીલ અશ્વિની ઉપાધ્યાયને કહ્યુ, કોઈ સમુદાયને લઘુમતી જાહેર કરવાનુ કામ કોર્ટનુ નથી. જ્યાં સુધી તમે અમને અધિકારોથી વંચિત રાખવા અંગે કંઇક નક્કર ન બતાવો ત્યાં સુધી હિન્દુઓને લઘુમતી જાહેર કરવાની સામાન્ય જાહેરાત થઈ શકે નહીં.

દેવકીનંદન ઠાકુર જી તરફથી જૂનમાં દાખલ જનહિત અરજીએ રાષ્ટ્રીય લઘુમતી આયોગ (એનસીએમ) એક્ટ, ૧૯૯૨ અને એનસીએમ શૈક્ષણિક સંસ્થા (એનસીએમઈઆઈ) એક્ટ, ૨૦૦૪ ની જોગવાઈને પડકાર આપવામાં આવ્યો છે જે લઘુમતી માટે ઉપલબ્ધ કેટલાક લાભ અને અધિકારોને પ્રતિબંધિત કરે છે, જેમાં છ સૂચિત સમુદાયો- ખ્રિસ્તી, મુસ્લિમ, શીખ, બૌદ્ધ, પારસી અને જૈન માટે સંસ્થાઓની સ્થાપના અને તેમના વહીવટનુ અધિકાર પણ સામેલ છે.

સોમવારે બેન્ચે અરજીકર્તાના વકીલને કહ્યુ કે ૧૯૫૭થી સુપ્રીમ કોર્ટના નિર્ણય છે, જેમાં કહેવામાં આવ્યુ છેકે ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓ માટે લઘુમતીનો દરજ્જો રાજ્ય દ્વારા નક્કી કરવાનો છે. બેન્ચે કહ્યુ, આ મુદ્દો ૧૯૫૭થી ચાલવામાં આવી રહ્યો છે જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આને રાજ્ય મુજબ કરવાનો છે. શા માટે આપણે હવે કંઈક કહેવું અથવા સ્પષ્ટ કરવું જોઈએ? સમસ્યા એ છે કે તમે એક એવો મુદ્દો બનાવવા ઈચ્છો છો જ્યારે કોઈ મુદ્દો જ નથી. ૧૯૫૭ના નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે કહ્યુ કે રાજ્યની સમગ્ર આબાદીના સંબંધમાં લઘુમતીનુ નિર્ધારણ કરવુ જોઈએ.

કોર્ટે કહ્યુ, જો તમે અમને એવા ઉદાહરણો આપો કે જ્યાં હિંદુઓ લઘુમતી છે અને કેટલાક દિશા નિર્દેશો જરૃરી છે, તો અમે કદાચ તેના પર ધ્યાન આપી શકીએ.* પરંતુ તમે કેટલાક રાજ્યોમાં હિંદુઓને લઘુમતી જાહેર કરવા માટે સામાન્ય નિર્દેશની માગ કરી રહ્યા છો. આપણે શા માટે જોઈએ? અમે કોઈપણ સમુદાયને લઘુમતી તરીકે જાહેર કરી શકતા નથી કારણ કે અમારી પાસે વિવિધ રાજ્યો માટે ડેટા અથવા અન્ય તથ્યો નથી.

 

 

 

(7:34 pm IST)