Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

આબુમાં ઝરણાના પાણીમાં સેલ્ફી લેવા ઊતરેલા બે ડૂબ્યા

પ્રકૃતિના સૌંદર્યને માણવા આબુમાં લોકોનો ધસારો : પગ લપસવાને કારણે એક યુવક પાણીમાં ડૂબી ગયો હતો ત્યારે તેને બચાવવા જતા અન્ય મિત્ર પણ પાણીમાં ડૂબ્યો

માઉન્ટ આબુ, તા.૯ :  ચોમાસાની વરસાદી સિઝનમાં માઉન્ટ આબુ ફરવા જવા લોકોનો ભારે ધસારો જોવા મળે છે. ત્યારે માઉન્ટ આબુના ઝરણામાં સેલ્ફી લેવા જતાં ૨ પર્યટકોના ડૂબી જતાં મોત થયા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. માઉન્ટ આબુમાં આવેલી એક જાણીતી રેસ્ટોરન્ટ પાસે વહેતા ઝરણાના પાણીમાં સેલ્ફી લેવા માટે ઉતરેલા ૨ મિત્રો પાણીમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યા છે. જેમાં સેલ્ફી લેતા એક મિત્રનો પગ પાણીમાં લપસી ગયો અને બીજો તેને બચાવવા જતાં બંને મિત્રો પાણીમાં ડૂબી ગયા હતા.

મળતી માહિતી મુજબ, રાજસ્થાનના ઝુંઝણુની ખાનગી કોલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માઉન્ટ આબુની મુલાકાતે આવ્યા હતા. જ્યાં એક રેસ્ટોરન્ટ પાસે વહેતા વરસાદના પાણીમાં સેલ્ફી લેવા માટે નીચે ઉતરતા પગ લપસવાને કારણે એક યુવક પાણીમાં ડૂબી ગયો હતો ત્યારે તેને બચાવવા જતા અન્ય મિત્ર પણ પાણીમાં ડૂબ્યો હતો. આમ, માઉન્ટ આબુમાં સેલ્ફી લેવા જતાં પાણીમાં ડૂબી જતાં બંને મિત્રોના મોત નીપજ્યા હતા.

વધુ મળતી માહિતી મુજબ, રાજસ્થાનના ઝુંઝણુંના રહેવાસી એવા આ બંને મિત્રો લેક્ચરર હતા. તેઓ બંને માઉન્ટ આબુ ફરવા માટે આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને બંને યુવકોના દેહને નજીકની હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જ્યાં હોસ્પિટલના ડૉક્ટર્સે આ બંને યુવકોને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટના પાદરાના સોખડા રાઘુ ગામમાં બની હતી કે જ્યાં યુવક લપસી જતા ઢાઢર નદીમાં પડ્યો હતો અને તેને મગર ખેંચી ગયો હતો.

 યુવકનો શિકાર કર્યા પછી જાણે મગર બધાને બતાવતો હોય તે રીતે યુવકનો મૃતદેહ લઈને થોડીવાર પાણીની અંદર રહેતો અને પછી પાછો બહાર આવીને નદીના પાણીની સપાટી પર ફરતો જોવા મળતો હતો.

ગ્રામજનો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે આ મગર યુવકને નદીમાં ખેંચીને શિકાર કરી ગયો હતો પછી તેના મૃતદેહને ખાવાના બદલે તેના શરીરને લઈને પાણીમાં ફરતો જોવા મળ્યો હતો.

 

 

(7:33 pm IST)