Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ચીનના તૂટી રહેલા એસ્ટેટ માર્કેટમાંથી ભારતે શીખવાની જરૃર

ચીનમાં મકાનોના વેચાણમાં એક વર્ષમાં ૬૦ ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ ચીન પોતાના ઇતિહાસના સૌથી મુશ્કેલ આર્થિક સંકટનો સામનો કરી રહ્ય છે. છેલ્લા એક વર્ષમાં ચીનના  રીયલ એસ્ટેટ માર્કેટમાં મંદીએ ખતઁરાની ઘંટડી વગાડી દીધી છે. એવર ગ્રાંડ ગ્રૃપ સાથે શરૃ થયેલુ સંકટ હવે વિશ્વભરમાં સંકટનું રૃપ લઇ રહ્યુ છે. થીંક રેંકે ન્યુયોર્ક ટાઇમ્સનો હવાલો આપતા કહ્યુ કે ચીનમાં રીયલ એસ્ટેટ માકૈટને હવે રાષ્ટ્રીય ખતરા તરીકે જોવાઇ રહ્યુ છે કેમકે મકાનના ભાવો આભને આંબી રહ્યા છે.

ઇન્ડીયન પ્લંબીંગ એસોસીએશનના રાષ્ટ્રીય પ્રમુખ ગુરમીતસીંહ અરોરાનું કહેવુ છે કે ચીનમાં રોકાણકારો નિશ્ચીત રૃપે ભારત સહિતના અન્ય ઉભરાતા બજારો તરફ જોઇ રહ્યા છે. આની ભારતીય એસ્ટેટ માર્કેટ પર સકારાત્મક અસર થશે અને વિકાસને વધારે ગતિ આપશે. ભારતનું ઝડપી શહેરીકરણ, ૪૭૦૦ લીસ્ટેડ અમૃત ૨-૦ શહેરો, મેક ઇન ઇન્ડીયા કાર્યક્રમ, મોરા પાયે મેટ્રોરેલનુ કાર્ય, હાઇવે અને શહેરોને જોડતા પુલોનું નિર્માણ, બુનિયાદી માળખા પર ખાસ ધ્યાન આ બધુ શહેરીકરણ અને ગ્રાહક ખર્ચમાં વધારા તરફ જઇ રહ્યુ છે. તે રેસીડેન્સીયલ અને કોમર્શીયલ પ્રોપર્ટીની માંગ વધારી રહ્યુ છે.

તેમણે કહ્યુ કે વધારે રિટર્નની તલાશમાં રોકાણકારો પોતાના નાણા ચીની ડેવલપર્સમાંથી ભારતીય ડેવલપર્સમાં સ્થળાંતર કરી રહ્યા છે. જયા તેમને હાલમાં ચીન કરતા ત્રણ ગણું વધારે રીટર્ન મળી રહ્યું છે.

ચીનમાં રીયલ એસ્ટેટના વેચાણમાં ગયા વર્ષે ૭૨ ટકાનો ઘટાડો થયો છે, જે  દેશના જીડીપીના લગભગ ૩૦ ટકા છે. આરણીએસ ગ્રુપના ભાગીદાર સુરેન ગોયલનું કહેવુ છે કે ભારતે ચીની સંકટમાંથી સબક લેવાની જરૃર છે કે રોકાણના સાધનો ના સમજ સામાજીક માપદંડોથી પ્રેરિત હોય છે. જે મોટાભાગે લોકો અને અર્થ વ્યવસ્થા બન્ને માટે ઉંચી પડતર પર આવે છે.  બીજુ, એક કંપનીનું દેવુ શરૃઆતમાં ઝડપી વધારો દર્શાવે છે પણ આજની અસ્થિર, અનિશ્ચિત અને અરાજકતા વાળી બજાર પરિસ્થિતીઓમાં તે એક જ વારમાં બધુ પડવાનું જોખમ પણ ઉઠાવે છે.

ચીનમાં ઘરેલું વેચાણમાં વર્ષો વર્ષ ૬૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. હાલમાં ચાલી રહેલ મંદી દેશના ઇતિહાસમૉ સૌથી ખરાબ હોવાનું અનુમાન છે. બર્કશાયર હૈથવે હોમ સર્વીસીઝ એરેંડા ઇન્ડીયાના પ્રમુખ અજય રાખેજાએ કહ્યુ કે આમાથી ભારતની લોખંડની નિકાસ, જે મોટાભાગે ચીનમાં થાય છે. તેને અસર થઇ શકે છે  જો ચીનની આ મંદી આમને આમ લાંબો સમય ચાલશે.

તેમણે કહ્યું કે આપણે ચીની સંકટમાંથી શીખવુ જોઇએ કે ભારતીય ડેવલપર્સે પોતાના નાણાંકીય જોખમોનું ગંભીર પણે મૂલ્યાંકન કરવુ જોઇએ અને વર્તમાન અર્થવ્યવસ્થામાં તેને વધુ મજબૂત બનાવવા માટે પોતાની ધંધાકીય રણનીતિ પર પુનર્વિચાર કરવો જોઇએ.

(4:34 pm IST)