Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

મોબાઈલનો સદ્દઉપયોગ કરવો : આધુનિક ટેકનોલોજીથી વિદ્યાર્થીઓના અભ્‍યાસ પર પડતી વિપરીત અસરો

દુનિયામાં આદી-અનાદી કાળથી દરેક જીવોમાં સમયાંતર અને જરૂરીયાત મુજબ પરિસ્‍થિતીમાં બદલાવ આવતો રહ્યો છે. દરેક જીવ માત્રમાં પરિવર્તન આવેલ છે. અને આવતું જ રહેશે. ઉપરની ઘટનાઓ ઉત્‍ક્રાંતિવાદ ડારવિન નિયમો મુજબ ચાલે છે.  દરેક જીવ પોતાની જરૂરિયાત મુજબ સગવડ માટે નવી-નવી શોધ કરે છે.

  આવી જ એક અદ્‌ભૂત ઉત્‍કાંતિનુ ઉદાહરણ વ્‍યવહારમાં આવે છે. અગાઉના સમયમાં સંદેશા માટે માણસને રૂબરૂ મોકલતા તથા કબૂતર જેવા પક્ષીનો ઉપયોગ કરીને સંદેશાની આપ-લે કરતા.

અગાઉના સમયમાં સ્‍ટેમ્‍પ વગરના સંદેશપત્રનો વ્‍યવહાર શરૂ થયો. અને સામે પત્ર સ્‍વીકારનાર એ સંદેશાનો નિયમ મુજબનો ચાર્જ ચુકવાનો રહેતો હતો અને સમય જતા પોસ્‍ટ સ્‍ટેમ્‍પ ૧૮૪૦ની સાલમાં રાણી વિકટોરિયાના શાસનમાં ચાલુ થઇ હતી. આ પ્રમાણે પત્ર વ્‍યવહાર ઘણો જ ચાલ્‍યો પણ ઝડપી સંદેશા માટે તાર  ટેલીગ્રામની સુવિધા ૧૮૪૭ની સાલમાં મોર્સએ કરેલ હતી. આ સુવિધા ખૂબ જ ઝડપી અને ખર્ચાળ હતી. કારણ કે શબ્‍દો મુજબ કિંમત ચુકવવી પડતી હતી. ટેલીગ્રામ ખૂબ જ સફળ સંદેશ વ્‍યવહારનું સાધન બન્‍યું પણ સાથે- સાથે એક નવો સંદેશવ્‍યવહાર રૂપે ટેલીફોનનો આવિસ્‍કાર કરવામાં આવ્‍યો. એલેકઝેંડર ગ્રેહામ બેલએ સૌથી પ્રથમ ટેલિફોનની શોધ ૧૮૭૬માં કરેલ હતી. ધીમે-ધીમે લોકો ટેલીફોન વાપરતા થયા પણ ભારતમાં ૧૯૭૦થી અમુક લોકો ટેલીફોન ધારકો બન્‍યા. આ સમયે એક શહેરમાંથી બીજા શહેરમાં વાત કરવા માટે બુકિંગ કરાવવુ પડતું. ત્‍યારબાદ S.T.D. ની સેવા ઉપલબ્‍ધ થઇ.

ઇ.સ. ૧૯૯૦ની સાલથી ટેલીફોનીક વાતચીત કરવી સામાન્‍ય બની ગઇ અને વાયરલેસ સેટ તથા મોબાઇલ ફોન જોવામાં આવતા. દુનિયાનો સર્વપ્રથમ મોબાઇલ ફોન ૧૯૭૩માં શોધાયો હતો. આ મોબાઇલ ફોનનું નામ ‘‘મોટા રોલા'' હતું. આ કંપનીના મુખ્‍ય એન્‍જીનીયર માર્ટીન કુપર હતા.

સમય જતા ધીમે -ધીમે જરૂરી સુધારા-વધારા થતા આજનો આધુનિક સ્‍માર્ટ મોબાઇલ ફોન અસ્‍તિત્‍વમાં આવ્‍યો. તેની સાથે નવી-નવી જરૂરી એપ્‍લિકેશનો જેવી કે ઝુમ, વોટ્‍સએપ, ગુગલ, યુ-ટ્‍યુબ અને અન્‍ય એજ્‍યુકેશનને લગતી એપ્‍લિકેશનો આવી. દેશ-વિદેશમાં વિના મૂલ્‍યે એક-બીજાના ચહેરા જોઇને વાતચીત થઇ શકે છે સાથે સાથે ઇ-મેઇલ  તથ મેસેજની પણ સેવા આપે છે. આ રીતે દરેક લોકો, બાળકોથી લઇને વૃદ્ધ વયના લોકો આ સેવાનો લાભ લઇ શકે છે. સ્‍માર્ટ ફોન આ યુગમાં આ સેવાનો લાભ લઇને લોકો પોતાનું કામ સરળ બનાવે છે. જે અત્‍યારના યુગમાં લોકોની અગત્‍યની જરૂરિયાતનું સાધન બની ચુકયુ છે.

હાલમાં વિવિધ પ્રકારના મોબાઇલ ફોન સંદેશાવાહક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જેના ઘણા બધા ફાયદાઓ અને ગેરફાયદાઓ પણ જોવામાં આવે છે.

ફાયદાઓમાંનુ એક કે જેમનાથી લોકોનું કામ સમય બગાડયા સિવાય વધારે ઝડપથી થાય છે. ગેરફાયદાઓમાં મોબાઇલમાં રહેલ અમુક એપ્‍લીકેશનો, ગેમ્‍સ કે જેનાથી લોકો આંખો ખરાબ કરે છે. એકાગ્રતા નષ્‍ટ કરે છે. સમયની બરબાદી કરે છે, માનસીક રોગી બનાવે છે.  મોટાભાગના બાળકો મોબાઇલનો સંગ કરીને પોતાની કારર્કીદી ખતમ કરી નાખે છે.

એક સિક્કાની બે બાજુ હોય છે. તે જ રીતે કોઇપણ વસ્‍તુ ના ફાયદા અને ગેરફાયદા બંને રહેલા હોય છે.

સ્‍માર્ટફોનના ફાયદારૂપે સરળતાથી અને સમયના દુરઉપયોગથી બચવા માટે જલ્‍દીથી માહિતી મેળવી શકાય છે. આજકાલ ઓનલાઇન બેંકીગ સેવા, શોપિંગ, કેમેરા, કેલ્‍કયુલેટર, એલાર્મ, જી.પી.એસ.લોકેશન, એડ્રેસ તથા કોન્‍ટેકટ નંબર, સ્‍માર્ટહોમ, હવામાનની જાણકારી,  મનોરંજન અને ઓનલાઇન સેવાના માધ્‍યમથી બાળકો પોતાનું શિક્ષણ કોરોના જેવી મહામારીમાં પણ ચાલુ રાખી શકયા હતા.

જીવન અમુલ્‍ય છે. જેનો આપણે સદ્‌ઉપયોગ કરવો જોઇએ અને મોબાઇલનો અર્થહીન બાબતે ઉપયોગ ન કરવો જોઇએ (૩૭.૮)

આલેખન

જાનવી એ. પટેલ

 ગ્રેડ-૧૧

ઇન્‍ડસ ઇન્‍ટરનેશનલ સ્‍કુલ,

બેંગ્‍લોર (કર્ણાટક)

(4:04 pm IST)