Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

કોરોનાના ૧૨,૭૫૧ નવા કેસઃ ૪૨નાં મોત

દેશમાં અત્‍યાર સુધી ૫,૨૬,૭૭૨ લોકોનાં મોત થયાં છે

નવી દિલ્‍હી, તા.૯: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨,૭૫૧ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૨ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૨૦૬.૮૮ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂકયા છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૪૧,૭૪,૬૫૦ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે.

દેશમાં અત્‍યાર સુધી ૫,૨૬,૭૭૨ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૩૫,૧૬,૦૭૧  લોકો માત આપી ચૂકયા છે. પાછલા ૨૪ કલાકમાં ૧૬,૪૧૨ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્‍યા ૧,૩૧,૮૦૭એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શકયતા ૦.૩૧ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૫૧ ટકાએ છે, જ્‍યારે મળત્‍યુદર ઘટીને ૧.૧૯ ટકા થયો છે, એમ આરોગ્‍ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૩,૬૩,૮૫૫ લોકોનાં સેમ્‍પલનાં ટેસ્‍ટિંગ થયાં છે.

દેશમાં અત્‍યાર સુધી ૮૭.૮૫ કરોડ કોરોનાના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૬.૧૪ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૪.૬૪ ટકા છે.

દેશમાં અત્‍યાર સુધીમાં ૨,૦૬,૮૮,૪૯,૭૭૫ લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૩૪,૭૫,૩૩૦  લોકોને રસી આપવામાં આવી હતી.

(4:00 pm IST)