Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

શપથ પહેલા તેજસ્‍વીએ ગળહ વિભાગ માગ્‍યું, તેજ પ્રતાપ પણ બની શકે છે મંત્રી

બિહારમાં જનતા દળ યુનાઈટેડ અને ભારતીય જનતા પાર્ટીના તૂટવાની સત્તાવાર જાહેરાત હજુ થઈ નથી, કોણ કહેશે સરકાર કોણ બનાવશેઃ કેબિનેટને લઈને રાષ્‍ટ્રીય જનતા દળની છાવણીમાં હોબાળો શરૂ થઈ ગયો છે

પટના, તા.૯: બિહારમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્‍સ (એનડીએ)માં ભંગાણ અને મહાગઠબંધનમાંથી નીતિશ કુમાર મુખ્‍યમંત્રી બનવાની સત્તાવાર જાહેરાત નિશ્‍ચિત માનવામાં આવે છે. જો કે, હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને બીજી તરફ, રાષ્‍ટ્રીય જનતા દળ (RJD)ની છાવણીમાં મંત્રાલયોને લઈને ખેંચતાણ શરૂ થઈ ગઈ છે.

 હવે સમાચાર છે કે આરજેડી ધારાસભ્‍ય તેજસ્‍વી યાદવે ગળહ વિભાગ પર દાવો કર્યો છે. જો સૂત્રોનું માનીએ તો તેજસ્‍વી યાદવ ઈચ્‍છે છે કે તેમને નીતિશ કુમારના નેતળત્‍વવાળી મહાગઠબંધન સરકારમાં ગળહ વિભાગના મંત્રી બનાવવામાં આવે. સૂત્રોનું માનીએ તો આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવના બંને પુત્રોને નીતિશ કુમારની આગેવાની હેઠળની નવી સરકારમાં મંત્રી બનાવવામાં આવી શકે છે.

સૂત્રોનું માનીએ તો નીતીશ કુમારના નેતળત્‍વમાં મહાગઠબંધન સરકારની રચનાની સત્તાવાર જાહેરાતની માત્ર ઔપચારિકતા જ રહી ગઈ છે. નીતિશ કુમારના નેતળત્‍વમાં મહાગઠબંધન સરકારમાં તેજસ્‍વી યાદવનું મંત્રી બનવું નિશ્‍ચિત છે, લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને પણ કેબિનેટમાં સ્‍થાન મળી શકે છે.

નોંધનીય છે કે જેડીયુ સંસદીય દળની પટનામાં બેઠક થવાની છે, તો બીજી તરફ આરજેડી કેમ્‍પમાં પણ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. મુખ્‍યમંત્રી નીતિશ કુમારે પણ રાજ્‍યપાલને મળવા માટે સમય માંગ્‍યો છે. કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમાર સાંજે ૪ વાગ્‍યાની આસપાસ રાજ્‍યપાલને મળવા રાજભવન જઈ શકે છે અને મુખ્‍યમંત્રી પદ પરથી રાજીનામું આપી શકે છે.

જણાવી દઈએ કે છેલ્લી વખત જ્‍યારે નીતિશ કુમારના નેતળત્‍વમાં મહાગઠબંધનની સરકાર બની ત્‍યારે લાલુ પ્રસાદ યાદવના બંને પુત્રો તેજસ્‍વી યાદવ અને તેજ પ્રતાપ યાદવને મંત્રી બનાવવામાં આવ્‍યા હતા. જોકે, બાદમાં નીતીશ કુમારે મહાગઠબંધનથી દૂર રહીને ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી.

(3:47 pm IST)