Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

દુનિયાનો છઠ્ઠા નંબરનો અમીર એકટર બન્યો અક્ષય કુમાર : વર્ષે કરે છે રૃા. ૩૬૨ કરોડ રૃપિયાની કમાણી

અનુરાગ કશ્યપે ખોલી નાંખી પોલ

મુંબઇ તા. ૯ : કોરોના પછીથી બોલીવૂડ ફિલ્મો પણ માર્કેટમાં આવી રહી છે. એકટ્રેસ તાપસી પન્નુ પણ અક્ષય કુમારની જેમ વર્ષમાં અનેક ફિલ્મો કરે છે. જેને પગલે તેની તુલના બોલિવૂડના ખેલાડી એટલે કે અક્ષય કુમાર સાથે સરખામણી કરવામાં આવે છે. તાપસી પન્નુને બોલિવૂડની 'લેડી અક્ષય' પણ કહેવાય છે. તાપસી ટૂંક સમયમાં અનુરાગ કશ્યપના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'દોબારા'માં જોવા મળશે. હાલમાં જ તાપસી અને અનુરાગ કશ્યપે ૨લેડી અક્ષય કુમાર' કહેવા પર પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રીએ કહ્યું કે તેનો ચેક અક્ષય કુમારના ચેક સાથે મેળ ખાતો નથી, તો અનુરાગ કશ્યપે અક્ષય કુમારની કમાણીની પોલ ખોલી દીધી.

હકિકતમાં અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુ પોતાની ફિલ્મના પ્રમોશન માટે આરજે સિદ્ઘાર્થ કનનના શોમાં પહોંચ્યા હતા. જયાં સિદ્ઘાર્થે તાપસીને લેડી અક્ષય કુમાર કહીને પ્રતિક્રિયા આપી હતી. તાપસી કહે છે- 'હું ચોક્કસપણે આ કોમ્પ્લીમેન્ટ સ્વીકારવા માંગીશ. પણ, જયારે મારું અને અક્ષયજીનું મહેનતાણું સરખું હશે તો કૃપા કરીને મને લાડી અક્ષય કુમાર ન કહેશો. તે ઉદ્યોગમાં સૌથી વધુ કમાણી કરનાર અને સૌથી વધુ ટેકસ ચૂકવનાર અભિનેતા છે અને મને તેટલો પગાર મળતો નથી.'

આ ના ઉપર પ્રતિક્રિયા આપતા અનુરાગ કશ્યપે કહ્યું કે, અક્ષય કુમાર આ દુનિયાનો છઠ્ઠો સૌથી અમીર અભિનેતા છે. ત્યારે જ તાપસી કહે છે કે 'હું તેની નજીક પણ નથી આવતી.' અક્ષય કુમારને ૨૦૨૦માં ફોર્બ્સ ઈન્ડિયાના લીસ્ટમાં પોતાની જગ્યા બનાવી હતી. જેમાં અભિનેતાને છઠ્ઠા સૌથી અમીર અભિનેતા તરીકે વર્ણવવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અક્ષય કુમાર એક વર્ષમાં ૪૮.૫ મિલિયન ડોલર એટલે કે લગભગ ૩૬૨ કરોડ રૃપિયા સુધીની કમાણી કરી લે છે. તે હાલમાં જ દેશમાં સૌથી વધુ ટેકસ ચુકવનારા અભિનેતામાં પહેલા ક્રમે હતો. તેણે અન્ય તમામ કલાકારોને પાછળ છોડીને આ યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

તાપસી પન્નુએ અક્ષય કુમાર સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં બેબી, નામ શબાના, મિશન મંગલ જેવી ફિલ્મો સામેલ છે. તે જ સમયે, તાપસીએ અનુરાગ કશ્યપ સાથે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે તેના દ્વારા નિર્દેશિત બે ફિલ્મોમાં જોવા મળી છે અને હવે 'દોબારા' અનુરાગ સાથેની તેની ત્રીજી ફિલ્મ હશે.

(2:03 pm IST)