Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

દિલ્‍હી ‘બળાત્‍કારી નગરી' બનીઃ છ મહિનામાં ૧૧૦૦ રેપના કેસ

મહિલાઓ કેટલી સલામત ?: ૨૨૦૦ મહિલાને કિડનેપ કરાઇ

નવી દિલ્‍હી,તા.૯: દિલ્‍હીમાં બળાત્‍કારની ઘટનાઓ સતત કાયદો-વ્‍યવસ્‍થાની સ્‍થિતિ પર પ્રશ્ન ઉઠાવે છે ત્‍યારે ચાલુ વર્ષે પ્રથમ છ મહિનામાં દિલ્‍હી પોલિસના ડેટા અનુસાર ૧,૧૦૦ મહિલા પર બળાત્‍કાર થયો હોવાનો આરોપ છે. ૧૮ મેના રોજ દિલ્‍હીમાં જ ૧૩ વર્ષની કન્‍યા પર આઠ લોકો દ્વારા ગેંગ રેપ થયો  હતો. આ સાથે દિલ્‍હીમાં ફરી એક વખત મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઊભા થયા છે.

દિલ્‍હી પોલિસના ડેટા અનુસાર ૧૫ જુલાઇ સુધીમાં ૧,૧૦૦ મહિલા પર બળાત્‍કાર થયો હોવાનો આરોપ છે, જે ૨૦૨૧ની તુલનામાં ૬.૪૮ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષની તુલનાએ દિલ્‍હીમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. દિલ્‍હી પોલિસના ટોચના અધિકારીઓએ મહિલાઓની સુરક્ષાને ‘સર્વોચ્‍ચ પ્રાથમિકતા'આપવાની વાત વારંવાર કરી છે. જોકે, ગુનાની સંખ્‍યા સતત વધી રહી છે. મહિલાઓ પર છેડછાડના ઇરાદાથી ચાલુ વર્ષે ૧,૪૮૦ હુમલા થયા છે, જેની સંખ્‍યા ૨૦૨૧માં ૧,૨૪૪ હતી. ઉપરાંત, રાજધાનીમાં લગભગ ૨,૨૦૦ મહિલા કિડનેપ કરાઈ છે. 

(10:31 am IST)