Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

રજિસ્‍ટર્ડ વેપારીની ભાડાની આવક પર પણ જીએસટી લાગુ કરાયો

મિલ્‍કત ભાડે લેનારે વેપારી ન હોય તો ભાડાંની રકમ પર થતો જીએસટી સરકારી કચેરીમાં જઇને જમા કરાવવો પડશે

નવી દિલ્‍હી,તા. ૯ : વાર્ષિક રૂપિયા વીસ લાખથી વધુનું ટર્નઓવર ન ધરાવતો હોય છતાં ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સનું રજિસ્‍ટ્રેશન લીધું હોય તેવા વેપારી ભાડાંના ઘરમાં રહીને ભાડું ચૂકવતા હોય તો ભાડાની જે રકમ ચૂકવતા હોય તેના પર ૮ ટકા લેખે ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ ગણીને ૧૮ ટકાનો જીએસટી સરકારી કચેરીમાં જમા કરાવવો પડશે. મકાન ભાડે આપનાર માલિક રજિસ્‍ટ્રેશન ધરાવે છે કે નહિ તે જોયા વિના જ ભાડા પર મકાન લેનાર વેપારીએ ચૂકવેલા મકાનભાડાંની રકમ પર ૧૮ ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે.

નોકરિયાત વ્‍યક્‍તિ ભાડાં પર દુકાન લે અને દુકાન માલિક જીએસટી રજિસ્‍ટ્રેશન ધરાવતા હોય તો દુકાનદારે નોકરિયાત વ્‍યક્‍તિ પાસે દુકાનના ભાડાં પેટે જે રકમ લીધી હોય તે રકમ પર ૧૮ ટકાના દરે ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ ચૂકવવો પડસે. આ જ રીતે નોકરિયાતે દુકાન ભાડે લીધી હોય અને તેના ભાડા થકી દુકાનના માલિકને વાર્ષિક રૂા. ૨૦ લાખથી વધુ રકમની આવક થતી હોય તો તેવા સંજોગોમાં પણ નોકરિયાત વ્‍યક્‍તિએ દુકાનની માલિકી ધરાવનારને ભાડાંની રકમ ઉપરાંત ૧૮ ટકા જીએસટી ચૂકવવો પડશે. નોકરિયાતને દુકાન ભાડે આપનારનું વાર્ષિક ટર્નઓવર રૂા. ૨૦ લાખથી વધુ ન હોય તો પણ તેણે ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સનું રજિસ્‍ટ્રેશન લઈ લીધું હશે તો તેવા સંજોગોમાં તેણે ભાડાનું રકમ પર ભાડૂઆત પાસેથી ૧૮ ટકા જીએસટી વસૂલીને સરકારી તિજોરીમાં જમા આપવો પડશે.

રેસિડન્‍ટની મિલકતમાં ભાડે લેનાર શું કરે ચે તે જોવાનું નથી. પરંતુ ભાડે આપનારે જીએસટી રજિસ્‍ટ્રેશન લીધું હોય તો તેણે ભાડે આપેલી મિલકત ભાડે લેનાર તેનો રહેવા માટે ઉપયોગ કરતો હોય તો પણ તેના પર ૧૮ ટકાના દરે જીએસટી લાગુ પડે છે. આ ઘરમાં રહીને બ્‍યુટી પાર્લર કે સ્‍પા ચલાવે તો જીએસટી ચૂકવવાની જવાબદારી ભાડે રહેનારની નહિ, ભાડે આપનારની આવે છે. 

(10:30 am IST)