Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

તિબેટમાં કૃત્રિમ સરોવરથી અરૂણાચલ પ્રદેશમાં પુરનો ખતરો

તિબેટની યિંગોગ ત્સો નદીનું પાણી જમા થવાથી એક કૃત્રમ સરોવર સર્જાયુ

તિબેટમાં કદાવર કૃત્રિમ સરોવર સર્જાતા અરૂણાચલમાં પુરનો ખતરો ઉભો થયો છે. માટે કેન્દ્ર સરકારે અરૂણાચલ સરકારને સાવધાન અને તૈયાર રહેવા સૂચના આપી છે. તિબેટની યિંગોગ ત્સો નદીનું પાણી જમા થવાથી એક કૃત્રમ સરોવર સર્જાયુ છે.

આ સરોવરનું પાણી પુરમાં ફેરવાય કે પછી કોઈ કારણોસર સરોવરનો કાંઠો તૂટે તો પાણી ભારતમાં તબાહી મચાવી શકે છે. જોકે ઈસરોના અભ્યાસ પ્રમાણે પુરની શક્યતા ઓછી છે, તો પણ સાવધાની જરૂરી છે.

અરૂણાચલના સરહદ પાસે આવેલા સિઆંગ વિસ્તારમાં પુર આવવાની ભીતી ઉભી થઈ છે. પહાડી વિસ્તાર હોવાથી એક વખત પાણી વહેતું થાય તો પછી તેનાથી બચવું અતિ મુશ્કેલ છે. માટે અત્યારથી જ સાવધાની રખાઈ રહી છે.

જોકે સર્જાયેલું સરોવર સરહદથી તો 200 કિલોમીટર દૂર છે. પરંતુ પાણી વહેવાનું શરૂ કરે તો આ અંતર કાપતા વાર ન લાગે. કેન્દ્ર સરકારની સૂચના પછી અરૂણાચલના નેતા-અિધકારીઓ સક્રિય થયા છે અને આ વિસ્તારમાં લોકોને પુરની સંભાવના અંગે જાણ કરવામાં આવી રહી છે. આફતના સંજોગોમાં શું કરવું તેની પણ આગોતરી સૂચના આપવામાં આવી રહી છે.

(10:59 pm IST)
  • વડોદરાના સંગમ ચાર રસ્તા નજીક ફાઇનાન્સ કંપનીમાં ચોરી કરવા જતા તસ્કરનું ઇલકેટ્રીક શોકથી મોત : કટર વાયરને અડી જતા શોક લાગેલ : ઇલેકટ્રીક કટર સાથે ચોરી કરવું ઘુસેલા તસ્કરને મળ્યું મોત access_time 1:33 pm IST

  • અમિતભાઈ ઉપર કોઈ નવો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો નથી. ગૃહ ખાતાના સત્તાવાર વર્તુળોએ કરેલી જાહેરાત. (ન્યૂઝફર્સ્ટ ) access_time 1:44 pm IST

  • કોંગ્રેસ સાંસદ શશી થરૂરનું માનવુ છે કે કોંગ્રેસે પોતાની છબી બચાવવા માટે ફુલ ટાઇમ અધ્યક્ષ ચૂંટવા પડશે. તેમણે રવિવારે કહ્યું કે, જનતા વચ્ચે પાર્ટીની છબી દિશાહીન પક્ષની થઈ ગઈ છે, તેને તોડવા માટે ફુલ-ટાઇમ અધ્યક્ષની જરૂરીયાત છે access_time 6:57 pm IST