Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

ન્યૂઝીલેન્ડમાં ૧૦૦ દિવસમાં એકપણ કોરોનાનો કેસ નહીં

૧ કરોડ ૨૭ લાખ ૨૦ હજાર ૫૬૮ દર્દી સાજા થયા : વિશ્વમાં હજુ સુધીમાં ૧ કરોડ ૯૮ લાખ ૩ હજાર ૩ કેસ

વોશિંગ્ટન, તા. ૯ : વિશ્વમાં કોરોનાના અત્યાર સુધીમાં ૧ કરોડ ૯૮ લાખ ૩ હજાર ૩ કેસ પ્રકાશમાં આવ્યા છે. તેમાંથી ૧ કરોડ ૨૭ લાખ ૨૦ હજાર ૫૬૮ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે ૭ લાખ ૨૯ હજાર ૫૬૮ના મોત થયા છે. ન્યુઝીલેન્ડમાં છેલ્લા ૧૦૦ દિવસોમાં ઘરેલું સંક્રમણનો એક પણ કેસ પ્રકાશમાં આવ્યો નથી. જોકે તેમ છતાં સત્તાવાળોઓને દેશમાં ફરીથી કેસ આવવાની ચિંતા સતાવી રહી છે. આ પાછળનું સૌથી મોટું કારણ એ છે કે પહેલા જે રીતે લોકો નિયમોનું પાલન કરતા હતા તેવું પાલન હાલ થઈ રહ્યું નથી. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું કે દેશમાં ૧૨૧૯ લોકો સંક્રમિત મળ્યાં હતા, જેમાંથી મોટાભાગના લોકો સાજા થઈ ગયા છે. હાલ દેશમાં ૨૩ દર્દીઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જોકે દેશના સ્વાસ્થ્ય વિભાગના ડાયરેક્ટર જનરલ ડો અશલે બ્લૂમફીલ્ડે કહ્યું કે વિશ્વના બીજા દેશોમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. એવામાં આપણે સાવધાન રહેવાની જરૂરિયાત છે.

          બ્રાઝીલમાં શનિવારે ૯૦૫ લોકોના મોત થયા અને ૪૯ હજાર ૯૭૦ નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. અહીં અત્યાર સુધીમાં ૩૦ લાખ ૧૨ હજાર ૪૧૨ સંક્રમિત મળ્યાં છે. ૨૫ હજાર મોત અને ૬ લાખથી વધુ કેસની સાથે સાઓ પાઉલો રાજ્ય સૌથી વધુ અસરગ્રસ્ત છે. બ્રાઝીલ સંક્રમણના મામલામાં અમેરિકા પછી વિશ્વમાં બીજા નંબરે છે. મેક્સિકોમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૪૯૫ નવા કેસ પ્રકાશમાં આવ્યા અને ૬૯૫ લોકોના મોત થયાં છે. આ સાથે જ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા ૪ લાખ ૭૫ હજાર ૯૦૨ થઈ છે. અમેરિકામાં દર ૬ લોકોમાંથી એક સંક્રમિત છે. અહીં ૧ લાખ ૬૦ હજારથી વધુ લોકોના મોત થયાં છે. ૫ લાખ ૪૫ હજારથી વધુ મામલાઓની સાથે અહીંનું કેલિફોર્નિયા રાજ્ય સૌથી વધુ પ્રભાવિત છે.

(9:46 pm IST)