Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ હજુ કરાયો નથીઃ ગૃહમંત્રાલય

સાંસદ મનોજ તિવારીએ ટ્વીટર પર ભાંગરો વાટ્યો : સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી કે ગૃહમંત્રી શાહનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે કે નહીં

નવી દિલ્હી, તા. ૯ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કોરોનાના રિપોર્ટને કારણે મૂંઝવણની સ્થિતિ પેદા થઈ છે. ભાજપના સાંસદ મનોજ તિવારીએ રવિવારે સવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, શાહનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેના થોડા સમય પછી ન્યૂઝ એજન્સીએ ગૃહ મંત્રાલયના અધિકારીને ઉલ્લેખ કરીને જણાવ્યું કે અમિત શાહનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો જ નથી.  સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી કે ગૃહમંત્રીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે કે નહીં. ત્યાંજ બીજી તરફ તિવારીએ ટ્વીટને ડિલીટ કરી દીધું છે. ૨ ઓગસ્ટના રોજ ગૃહમંત્રી અમિત શાહ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા. કોરોનાનો સામે આવ્યા બાદ અમિત શાહે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબદ તેમને ગુરુગ્રામમાં સ્થિત મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મેદાંતા હોસ્પિટલની ડૉ. સુશીલા કટારિયાના નેતૃત્વમાં અને ડોક્ટર્સની ટીમ તેમની દેખરેખ કરી રહી હતી. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અમિત શાહે ટ્વિટરના માધ્યમથી જણાવ્યું હતું કે, જે પણ લોકો તેમના સંપર્કમાં આવ્યા હતા તેઓ તેમનો કોરોનાનો રિપોર્ટ કરાવી લે.

(9:44 pm IST)