Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

રાજકોટમાં સાંજે 5 વાગ્યા સુધીમાં કોરોનાના વધુ 20 કેસ સાથે આજે કુલ 60 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંક 1756 થયો

છેલ્લા 24 કલાકમાં 100થી વધુ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ : આજે વધુ 61 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

રાજકોટ : રાજકોટમાં કોરોનાનો કહેર વધતો જાય છે રોજ બરોજ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે આજે બપોરે 12 વાગયા સુધીમાં 40 કેસ નોંધાયા બાદ સાંજે 5 વાગ્યા સુધીમાં વધુ 20 કેસ પોઝિટિવ નોંધાતા આજે કુલ 60 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે

છેલ્લા 24 કલાકમાં 100થી વધુ કેસ નોંધાતા લોકોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે જોકે આજે વધુ 61 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયાછે 

(8:06 pm IST)