Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

જમ્મુ કાશ્મીરના બડગામમાં ભાજપના જિલ્લા અધ્યક્ષ અબ્દુલ હમીદ પર ફાયરીંગ : અજાણ્યા બંદુરધારીઓનું કૃત્ય

જિલ્લા અધ્યક્ષને મહારાજાસિંહ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

જમ્મૂ કાશ્મીરના બડગામમાં રવિવારે સવારે વધુ એક ભાજપના નેતાને ગોળી મારી દેવામાં આવી છે. અબ્દુલ હમીદ નામના ભાજપના જિલ્લા અધ્યક્ષને ઘાયલ અવસ્થામાં મહારાજા હરી સિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યાનુસાર અબ્દુલ હમીદ સવારે વોક પર નીકળ્યા હતા તે સમયે અજાણ્યા બંદૂકધારીઓએ તેના પર ફાયરિંગ કર્યું હતું. હાલ તેમની સારવાર ચાલી રહી છે.

38 વર્ષીય અબ્દુલ હમીદ ભાજપ તરફથી જિલ્લા અધ્યક્ષ છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 દિવસમાં ભાજપ કાર્યકર્તાઓ પર જમ્મુ કાશ્મીરમાં થયેલો આ ત્રીજો હુમલો છે. આ પહેલા દક્ષિણી કાશ્મીરના કાઝીકુંડ વિસ્તારમાં સરપંચની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

(12:52 pm IST)
  • અમદાવાદ: પંચવટી પાસે આવેલ સેન્ટ્રલ મોલ સિલ. મોલ દ્વારા 50%ની ઓફરથી કોરોનાને નૉતર્યું આમંત્રણ. સોસિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળતા મનપાની કાર્યવાહી. access_time 6:33 pm IST

  • દેશમાં કોરોનાએ આતંક મચાવ્યો : એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 65 હજારથી વધુ પોઝીટીવ કેસ નોંધાયા : છેલ્લા 24 કલાકમાં 65,156 કેસ વધ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોના કેસનો આંકડો 21,52,020 થયો :એક્ટિવ કેસ 6,28,303 થયા : વધુ 52,135 દર્દીઓ સાજા થતા કુલ 14,79,804 દર્દીઓ રિકવર થયા : વધુ 875 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 43,453 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 12,822 કેસ પોઝીટીવ નોંધાયા : આંધ્રપ્રદેશમાં પણ 10,080 કેસ વધ્યા access_time 12:32 am IST

  • અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ દ્વારા પ્લાઝમાં કલેકશન વાનનો પ્રારંભ : ઘેર જઇ પ્લાઝમાં કલેકટ કરશે : હેલ્પ લાઇન નંબર જાહેર કરાયો : ૧૬ લાખમાં પ્લાઝમાં કલેકશન મશીન ખરીદાયું access_time 1:36 pm IST