Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

સાઉદીએ પાકિસ્તાનને ઓઈલ ઉધાર આપવાની સ્પષ્ટ ના પાડી

પાકિસ્તાનને સાઉદી અરેબિયાનો વળતો ફટકો : મે બાદ સાઉદીએ પડોશી દેશમાં ઓઈલ મોકલ્યું જ નથી

રિયાધ, તા. ૯ : કાશ્મીર મામલે ભારતનો વિરોધ કરવા સાઉદી અરેબિયાને ધમકી આપી રહેલા પાકિસ્તાનને આખરે સાઉદી અરેબિયાએ વળતો ફટકો માર્યો છે. આર્થિક કંગાળ થઈ ચુકેલા પાકિસ્તાનને હવે સાઉદી અરેબિયાએ ઉધાર ઓઈલ આપવાની ના પાડી દીધી છે. પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે ઓઈલ ઉધાર લેવા માટે ત્રણ વર્ષની ડીલ  કરી હતી.જોકે સાઉદી સરકારે આ ડીલને સમય પહેલા જ ખતમ કરી દીધી છે.મે મહિના પછી પાકિસ્તાનને સાઉદી અરેબિયાએ ઓઈલ મોકલ્યુ નથી અને પાકિસ્તાનને કોઈ સ્પષ્ટતા પણ કરી નથી.

પાકિસ્તાનના વર્તાવના કારણે સાઉદી અરેબિયા નારાજ છે.પાકિસ્તાનને આપેલુ નાણાકીય સમર્થન પાછુ લેવાનુ નક્કી કર્યુ છે.સાઉદી અરબે પાકિસ્તાનને ત્રણ વર્ષ માટે ૬.૨ અબજ ડોલરનુ પેકેજ આપવાનુ એલાન કર્યુ હતુ.જેમાં ૩ અબજ ડોલરની રોકડ સહાય અને બાકીની રકમના બદલામાં ઓઈલ અને ગેસનો સપ્લાય કરવાનુ સામેલ હતુ.પાકિસ્તાન આ માટે ૩.૩ ટકા વ્યાજ પણ ચુકવી રહ્યુ હતુ.જોકે હવે સાઉદી અરેબિયાએ આખુ પેકેજ અધવચ્ચે લટકાવી દીધુ છે.પાકિસ્તાનની સરકારનુ કહેવુ છે કે, અમારો કરાર મે મહિનામાં સમાપ્ત થઈ ગયો હતો.અમે તેને રિન્યૂ કરવા પ્રયાસ કરી રહ્યા છે.સાઉદી અરબના જવાબની રાહ જોવાઈ રહ્યુ છે.

(9:47 pm IST)