Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

અયોધ્યામાં રામમંદિર નિર્માણની ગતિવિધિ તે જ થતા પાકિસ્તાન ફફડ્યુ

ગુપ્તચર એજન્સીએ ભારત વિરૂધ્ધ ધડેલું ષડયંત્ર સામે આવ્યું

લખનઉ: અયોધ્યામાં શ્રીરામ મંદિર (Ram Temple) ના શિલાન્યાસ બાદ સમુદાય વિશેષને ભડકાવવા માટે લખનઉમાં કેટલાક લોકોને VOIP એટલે કે વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલવાળા કોલ્સ આવ્યાં છે. હાલ આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસ થઈ રહી છે. આ મોબાઈલ કોલ્સમાં શ્રીરામ મંદિર શિલાન્યાસ બાદ સમુદાય વિશેષને ભડકાવવાની વાત કરવામાં આવી છે. દુબઈ અને ઓસ્ટ્રેલિયાના નંબરોથી આ કોલ્સ આવ્યાં છે. જેની જાણકારી લખનઉ પોલીસ કમિશનર પાસે પહોંચ્યા બાદ આ મામલે હજરતગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ થઈ છે.

અત્રે જણાવવાનું કે આ કોલ્સ પાછળ પાકિસ્તાન (Pakistan) ની ગુપ્તચર એજન્સી ISIનો હાથ હોવાનું સામે આવ્યું છે. દિલ્હીમાં પણ અનેક લોકોને આવા ભડકાવનારા કોલ્સ આવ્યાં છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એફઆઈઆર નોંધી છે. દેશદ્રોહ, કાવતરૂ રચવા, દેશનો માહોલ ખરાબ કરવા અને અન્ય કલમો હેઠળ આ કેસ દાખલ થયો છે.

ડઝન જેટલા નંબરોને ઈન્ટરસેપ્ટ કરાઈ રહ્યાં છે. લોકોની પાસે વીઆઈપી કોલ્સ દ્વારા રેકોર્ડેડ મેસેજ આવી રહ્યાં છે. અત્યાર સુધીના તમામ કોલ્સમાં એક જ વ્યક્તિનો અવાજ છે અને એક જ વાત કરવામાં આવી રહી છે. આ વ્યક્તિ શ્રીરામ મંદિરની વાત કરતા 15 ઓગસ્ટના રોજ લાલકિલ્લાના કાર્યક્રમમાં વિધ્ન નાખવાની વાત કરી રહ્યો છે. મેસેજમાં આ વ્યક્તિ પોતાનું નામ યુસૂફ અલી બતાવી રહ્યો છે. લખનઉ પોલીસની અપીલ છે કે જો કોઈને પણ આવો કોલ આવે તો તે પોલીસને જાણ કરે.

રેકોર્ડેડ મેસેજમાં કહેવામાં આવે છે કે તમે જાણો છો કે મોદી સરકાર બાબરી મસ્જિદની જગ્યાએ રામ મંદિર બનાવી રહી છે. આ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની શરૂઆત છે. મારી તમામ મુસલમાન ભાઈ બહેનોને અપીલ છે કે આવો 15મી ઓગસ્ટના રોજ નરેન્દ્ર મોદીને હિન્દુસ્તાની પરચમ લહેરાવતા રોકીએ. આપણે શીખ ભાઈ બહેનો પાસેથી શીખવું જોઈએ કે તેઓ પોતાની આઝાદી અને અલગ પ્રાંત ખાલિસ્તાનને કાયમ કરવા માટે રેફરેન્ડમ 2020 કરી રહ્યાં છે. આપણે પણ હિન્દુસ્તાનના મુસલમાનો માટે અલગ ઉર્દુસ્તાન બનાવવા માટે કામ કરવું જોઈએ. અલ્લાહ હાફિઝ.

(12:03 pm IST)