Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

યુ.એસ.ના સાન રેમન ટાઉનમાં મેયર પદના ઉમેદવાર તરીકે બે ઇન્ડિયન અમેરિકન મહિલા મેદાનમાં : સુશ્રી અપર્ણા મેડિરેડ્ડી તથા સુશ્રી સુસ્મિતા નાયક વચ્ચે સ્પર્ધા

કેલિફોર્નિયા : યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલા સાન રેમન ટાઉનમાં મેયર પદના ઉમેદવાર તરીકે બે ઇન્ડિયન અમેરિકન મહિલાઓ મેદાનમાં આવી છે.જે માટે   સુશ્રી અપર્ણા મેડિરેડ્ડી તથા સુશ્રી સુસ્મિતા નાયક વચ્ચે સ્પર્ધા થશે.બંને મહિલા પોતપોતાના વ્યવસાય સાથે સંકળાયેલી છે.જે બંને બિઝનેસ વુમન તરીકે સુવિખ્યાત છે.
સુશ્રી મેડિરેડ્ડી Arvasoft, Inc.ના ફાઉન્ડર છે.તથા પોતાના પતિ સાથે વ્યવસાયમાં 1998 ની સાલથી જોડાયેલા છે.તેઓ સાન રેમન ઓપન સ્પેસ એડવાઈઝરી કમિટીના મેમ્બર છે.
જયારે છેલ્લા 15 વર્ષથી સાન રેમનમાં સ્થાયી થયેલા સુશ્રી સુસ્મિતા નાયક સ્મોલ બિઝનેસ ઓનર છે.અને સાન રેમન ચેમ્બર ઓફ કોમર્સના ડિરેક્ટર બોર્ડમાં શામેલ છે.

(8:38 pm IST)