Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

કાલે વિશ્વ સિંહ દિવસ...સમગ્ર દુનિયામાં અજોડ માનવ અને માંસાહારી પ્રાણીનું સહઅસ્તિત્વ એટલે 'ગીરનો સિંહ'

દક્ષિણ આફ્રિકામાં શિકારના શોખીન વિદેશીઓ તગડી રકમ ચુકવી સિંહનો શિકાર કરતા હોય સંરક્ષણ દિવસ તરીકે ૧૦ મી ઓગષ્ટે વિશ્વ સિંહ દિવસ ઉજવાય છે : ગત વર્ષે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ અને બબેસીઓસીસ ચેપથી ગીરમાં ર૩ સિંહોનો ભોગ લેવાયો હતો : શિકાર,બિમારી, વિજ કરંટ, ટ્રેન, ખુલ્લા કુવા, જંગલ વચ્ચેથી પસાર થતા માર્ગો પર પુરઝડપે દોડતા વાહનો, જંતુનાશકયુકત પાણીથી ગીરના સિંહોને બચાવવા આપણે સતત જાગૃત રહેવું પડશે : ર૦૧પની છેલ્લી ગણત્રી મુજબ ગીરમાં પર૩ સિંહ વિહરતા હતા જે આજે ૬પ૦ થી વધુ હોવાનો અંદાજ છેઃ ર૦ર૦માં ગણત્રી બાદ સચોટ સંખ્યા જાણવા મળશેઃ નર સિંહની કેશવાળી, આંખો, ચહેરાના મસલ્સ મનુષ્યને મળતા આવે છેઃ શાંતિથી બેઠો હોય ત્યારે કયારેક 'સંત' જેવો તો કયારેક 'રાજા' જેવો લાગે છેઃ ભુષણ પંડયા

વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ભુષણ પંડયાએ સિંહણે કરેલા બાળ મગરના શિકારની ખેંચેલી આ તસ્વીર દુનિયાનો પ્રથમ દસ્તાવેજી ફોટો માનવામાં આવે છે. ગીર નેશનલ પાર્કમાં થતા ગેરકાયદે ખનનની તસ્વીરો વિષે બીબીસી અર્થ દ્વારા પણ નોંધ લેવામાં આવી હતી જે નજરે પડે છે.

એેક સમયે વિશ્વના અનેક દેશોમાં વિહરતો જંગલનો રાજા સિંહ હાલમાં આફ્રિકા અને ભારતમાં જ જોવા મળે છે. કૂદકે ને ભૂસકે વધતી જતી માનવ વસ્તી, જંગલોનો થયી રહેલ અવિરત વિનાશ તથા શિકારને લીધે સિંહ, વાદ્ય,ગેંડા, હાથી, વિગેરે જેવા મોટા સસ્તન પ્રાણીઓના ભાવિ ઉપર ખતરો તોળાયી રહ્યો છે. એક સમયે આફ્રિકામાં બે લાખથી વધુ સિંહ હતા, જે હાલમાં માત્ર વીસ હજાર બચ્યા હોવાનું જાણવા મળે છે. આફ્રિકન સિંહોની વસ્તી છેલ્લા ત્રણ દાયકામાં લગભગ ૪૫્રુ દ્યટી ગયી છે.

૨૦મી સદીની શરૂઆતમાં એશિયાયી સિંહો માત્ર દક્ષિણ ગુજરાતના કાઠિયાવાડના ગીરના જંગલમાં જ નામશેષ થવાના આરે હતા. તે સમયે જૂનાગઢના નવાબ સાહેબે સિંહના શિકાર પર પ્રતિબંધ મુકયો. ત્યાર બાદ તેમના વંશજો, સમાચાર માધ્યમો, બ્રિટિશ અધિકારીઓ, આઝાદી પછી સત્ત્।ામાં આવેલ રાજય તેમજ કેન્દ્ર સરકારો, વૈજ્ઞાનિકો, પર્યાવરણ સંસ્થાઓ તથા સ્થાનિક લોકોના સતત પ્રયત્નો અને સહકારથી - આફ્રિકાથી વિપરીત - ધીરે ધીરે ગીરના સિંહોની સંખ્યા વધી રહી છે. દર પાંચ વર્ષે થતી ૨૦૧૫ની છેલ્લી સિંહ ગણતરી મુજબ ૫૨૩ સિંહ હતા, જે હાલમાં ૬૫૦થી વધુ હોવાનો અંદાજ છે. જોકે સચોટ સંખ્યા ૨૦૨૦ની ગણતરીમાં જ જાણવા મળશે.

આફ્રિકામાં આપણા જેવા વન્ય પ્રાણી સંરક્ષણના કડક કાયદા નથી, તેથી ૨૦૦૦૦ જેટલા સિંહ હોવા છતાં પરિસ્થિતિ વધુ ચિંતા જનક છે. દક્ષિણ અફ્રિકામાંતો પર્યટકો, ખાસ કરીને અમેરિકા અને યુરોપના દેશોમાંથી શિકારના શોખીનો પાસેથી તગડી રકમ લઈને ધીખતો ધંધો ચાલી રહ્યો છે! સ્થાનિક આદિજાતિના લોકો પણ સિંહ તથા બીજા વન્ય પ્રાણીઓનો શિકાર કરતા આવ્યા છે. આ કારણોસર ટેમ્પા (ફ્લોરિડા,અમેરિકા) ની એક સંસ્થા બિગ કેટ રેસકયુએ ૨૦૧૩થી દર વર્ષે ૧૦મી ઓગસ્ટને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. લોકોમાં જાગૃતિ ફેલાવવી તેમજ શકય એટલું ફંડ એકઠું કરી સિંહોના લાંબા ગાળાના સંરક્ષણ માટે યોગ્ય પગલાં લેવાના ઉદ્દેશથી વિશ્વના અનેક દેશોમાં ૧૦મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવે છે.

આ વર્ષે પણ દેશ-વિદેશમાં અને ખાસ કરીને સાસણ ગીર, ધારી, વિસાવદર, ગિરનાર, જૂનાગઢ,  અમરેલી, બોટાદ, રાજુલા તથા ભાવનગર સહિતના સિંહોની વસ્તી ધરાવતા અનેક ગામોમાં શાળાના હજ્જારો વિદ્યાર્થીઓમાં સિંહ અને પર્યાવરણ સંરક્ષણ વિષે જાગૃતિ અને શિક્ષણ આપે તેવા કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવશે. આપણા લોકપ્રિય અખબાર અકિલા દ્વારા આ પ્રસંગે હું પણ મારા ગીરના સિંહ સાથેના ત્રીસથી વધુ વર્ષોના અનુભવોની જાણવા જેવી રસપ્રદ માહિતી વન્ય પ્રેમી વાંચકોને આપીશ.

સિંહ એક પ્રખર શકિતશાળી માંસભક્ષી પ્રાણી છે. કુદરતે તેનું એક કિલિંગ મશીન તરીકે સર્જન કરેલ છે. પરંતુ ગીરનો સિંહ તેના જન્મથી જ માનવ વસ્તીની નજીક રહેતો આવ્યો છે. સ્થાનિક લોકો પણ તેના સ્વભાવથી પરિચિત હોવાથી તેને છંછેડતાં નથી. જંગલમાં માલધારી લોકો અને જંગલ બહાર ખેડૂતોના માલ-ઢોરનું સિંહ મારણ કરે તો તેમને દુઃખ થાય છતાં પણ તેઓ બદલો નથી લેતા. સમગ્ર વિશ્વમાં કયાંય ન જોવા મળે તેવું માનવ અને માંસાહારી પ્રાણીનું આ એક આશ્યર્યજનક સહઅસ્તિત્વ છે, અને આ કારણે ૫૦્રુ એટલે કે ૩૦૦થી વધુ સિંહો ગીર, ગિરનાર, પાનિયા અને મીતીયાળા જંગલોના આરક્ષિત વિસ્તારોની બહાર ૨૨૦૦૦ સ્કવેર કિલો મીટરમાં પથરાયેલ ૧૫૦૦થી વધુ ગામોમાં વિહરે છે, તેમજ નવા નવા વિસ્તારોને પણ પોતાનું દ્યર બનાવી રહ્યા છે. દુનિયાભરથી વન્યજીવ નિષ્ણાતો, દસ્તાવેજી ફિલ્મ નિર્માતાઓ, વન્યજીવ તસ્વીરકારો, પર્યટકો સહીત અનેક મુલાકાતીઓ સાસણ આવે છે અને ભારતના તેમજ એશિયાના ગૌરવસમા જાજરમાન સિંહોના દર્શન કરી અનન્ય આનંદ અને રોમાંચ અનુભવે છે. આપણા સહુ માટે આ ખુબજ  ગૌરવની બાબત છે.

વિશ્વમાં અનેક જગ્યાએ વન્યજીવો નાશ પામી રહ્યા છે, ત્યારે જીવદયા પ્રેમી ગુજરાતના લોકોએ લુપ્તતાના આરે પહોંચેલ અશિયાયી સિંહોના સફળ સંરક્ષણનો વિરલ દાખલો બેસાડેલ છે. સંરક્ષણની ગઈ સદી જરાય સહેલી નહોતી અને ભવિષ્યનો સમય તેનાથી પણ મુશ્કેલ હશે. આરક્ષિત જંગલની બહાર રહેતા સિંહોના વિસ્તારને ગ્રેટર ગીર કહેવામાં આવે છે. ગ્રેટર ગીરમાં સિંહોને નીલગાય, જંગલી ભૂંડ, હરણ, રખડતા ઢોર, વિગેરે શિકાર મળી રહે છે, પરંતુ રાજય તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર પૂર ઝડપે દોડતા અસંખ્ય વાહનો, રેલવે લઈને પર ધસમસતી ટ્રેનો, હજ્જારો ખુલ્લા કુવાઓ, તૃણાહારી પ્રાણીઓથી પાકને બચાવવા વાડને ગેરકાયદેસર રીતે લગાવેલ વીજકરંટ, જંતુનાશકયુકત પાણી, વિગેરેનો સતત સામનો કરવો પડે છે, અને આકસ્મિક મૃત્યુ પણ થતા રહે છે. તદ્દઉપરાંત ગમે ત્યારે, ગમે ત્યાંથી છુપાવેશે આવી ચડે તેવા શિકારીઓનો ભય પણ ઝળૂંમ્બતો રહે છે.

ગયા વર્ષે સપ્ટેમ્બર/ઓકટોબરમાં દક્ષિણ ગીરના દલખાણીયા વિસ્તારમાં ખતરનાક કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (ઘ્ઝ્રસ્) અને બબેસીઓસીસ ચેપથી ૨૩ સિંહોના દુઃખદ અવસાન થયેલ. આ બંનેનું સંયોજિત આક્રમણ જીવલેણ હોય છે અને તેનો કોઈ અસરકારક ઈલાજ નથી. આ પ્રકારનો રોગચાળો સિંહ ઉપરાંત વાદ્ય, રીંછ, વરુ, શિયાળ, ઝરખ, સ્વાન, વિગેરે જેવા પ્રાણીઓમાં થયી શકે છે અને તેમની લાળ, લોહી, વિગેરે મારફત ફેલાય છે. દલખાણિયામાં મરેલા ઢોરને ઘ્ઝ્રસ્ અસરગ્રસ્ત સ્વાને ખાધું હોય અને બાદમાં સિંહ પરિવારે ખાધું હોય તેનાથી ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ રોગચાળો બીજા વિસ્તારોમાં ફેલાયીને વધુ સિંહોનો ભોગ લઈ શકયો હોત, પરંતુ ગીરના સ્ટાફના રાત-દિવસના અથાગ પ્રત્યનો, પશુ ચિકિત્સકો અને જંગલના તેમજ અન્ય અધિકારીઓના માર્ગદર્શનથી રોગચાળો ફેલાતો રોકી દેવાયો હતો. ભવિષ્યમાં ફરી આવી દ્યટના ન બને તેની તકેદારી રૂપે રાજય સરકારે રૂ. ૩૫૦ કરોડની યોજના શરુ કરેલ છે. આ યોજના અંતર્ગત સાસણમાં વિશ્વ કક્ષાની હોસ્પિટલ, જંગલના ગેટ્સ પર ઘ્ઘ્વ્સ્ કેમેરા, સિંહોને રેડિયો કાઙ્ખલર્સ, તાત્કાલિક સારવાર અર્થે ચાર એમ્બ્યુલન્સ, પેટ્રોલિંગ ટીમ્સ માટે વાહનો, ગેરકાયદે લાયન શાઙ્ખની કે અન્ય ગેરકાયદે પ્રવૃત્ત્િ।ની કાઙ્ખઈપણ વ્યકિત ફરિયાદ કરી શકે અને આરોપીઓને પકડવા તુરંત પગલાં લઇ શકાય તે માટે કંટ્રોલ રૂમ, અભયારણ્યમાંથી પસાર થતા રસ્તાઓ ઉપર ગતિ નિરોધક, વધુ સિંહો રહે છે તેવા વિસ્તારોમાં ટ્રેનોની ગતિ મર્યાદા, પાટા આસપાસ પેટ્રોલિંગ, વાડ, જંગલની આસપાસના ગામોમાં બધા જ ઢોર અને શ્વાનને રસીકરણ, વિગેરે અગત્યના પગલાં લેવાયી રહ્યા છે.

આ ઉપરાંત પોરબંદર પાસે બરડા અભયારણ્યમાં સિંહોને લઇ જવાની તૈયારી ચાલી રહી છે. તુલસીશ્યામ, જસાધાર, ધારી તરફથી અમરેલી અને ભાવનગર જિલ્લામાં દ્યણા સિંહો છેલ્લા દસેક વરસથી ફેલાયી રહ્યા છે. ભવિષ્યમાં છેક શિહોર સુધી જાય અને રહેવા લાગે તેવી શકયતા છે. આ જિલ્લાના આશરે ૧૧૦ સ્કવેર કિલો મીટર વિસ્તારને આરક્ષિત જાહેર કરીને નવું શેત્રુંજી ડિવિઝન બનાવવામાં આવ્યું છે. આ બધા પગલાં પ્રશંસનીય છે, પરંતુ પ્રાણીઓનું સમયાંતરે નિયમિત રસીકરણ, સદ્યન પેટ્રોલિંગ, ભવિષ્યમાં આવનારા નવા પડકારો, વિગેરે બાબતોનું હંમેશ ધ્યાન રાખવું પડશે. ઘ્ઝ્રસ્ ફરી ગમે ત્યારે ત્રાટકી શકે છે તેમજ તેના જેવા બીજા વાયરસની પણ શકયતા છે.

તાજેતરમાં ૭૫ સિંહોને રેડિયો કોલર પહેરાવેલ છે. આ સિંહોની હોમેરેન્જની માહિતી દર ૧૨ કલાકે સાસણના કંટ્રોલ રૂમમાં મળતી રહે છે. વિદેશથી આયાત કરેલા રેડિયો કોલરની લાઈફ ૩વર્ષની જ છે. ત્યાર પછી શું? કુલ ૩૫ કરોડના આ પ્રોજેકટમાં ભવિષ્યમાં વધુ સિંહોને કોલર પહેરાવાય તેવું જણાય છે. કોલરની દ્યણી મર્યાદાઓ છે. તેને ડેટા પરથી માત્ર સિંહની મુવમેન્ટ અને હોમરેન્જ જાણી શકાય પરંતુ આગળ જણાવેલ ગ્રેટર ગીરના અન્ય ભયસ્થાનો સામે રક્ષણ મળવું મુશ્કેલ છે. થોડા સમય પહેલા જ પહેરાવેલ કોલરવાળા ૬-૭ સિંહોનું મૃત્યુ થયેલ છે. અમુક કિસ્સાઓમાં તો તેમના શબ કોહવાયી ગયેલ હાલતમાં મળ્યા છે જે દર્શાવે છે કે મૃત્યુ બાદ દ્યણા દિવસે જાણ થયેલ છે. આ પરિસ્થિતિ દ્યણી  ચિંતાજનક છે.

મારું દ્રઢપણે માનવું છે કે રેડિયો કોલર હોય કે નહીં, અનુભવી ટ્રેકર્સ દ્વારા સતત મોનીટરીંગ ખુબજ જરૂરી છે. ગીરમાં હાલ ૧૬૦ ટ્રેકર્સ છે. પરંતુ તેમાં દ્યણા નવા છે. તેઓને અનુભવી ટ્રેકર્સ તેમજ અધિકારીઓ દ્વારા પ્રશિક્ષણ આપવું જોઈએ. મોટા ભાગના જંગલોમાં પ્રાણીઓના ટ્રેકિંગ અને મોનીટરીંગની, રેસ્કયુ, સારવાર, વિગેરેની અતિ મહત્વની કામગીરી ટ્રેકર્સ કરે છે. આ ભાઈ-બહેનો મોટા ભાગે સ્થાનિક લોકો હોય અને નાનપણથી જંગલમાં ફરતા હોય તેથી પગદંડીઓના તથા વન્ય પ્રાણીઓ સાથે કેમ રહેવું તેનાથી માહિતગાર હોય પરંતુ સરકારી ધારા-ધોરણો મુજબ તેમનું ભણતર નથી હોતું. ટ્રેકર્સ ગીરની કરોડરજ્જૂ કહેવાય છે પરંતુ દાયકઓથી દિવસ-રાત મુશ્કેલ અને જોખમી કામગીરી કરતા હોવા છતાં તેઓને દ્યણું ઓછું મહેનતાણું મળે છે, તેમજ કાયમી નોકરીના કોઈ પણ લાભ નથી મળતાં. આ બધા પાસાઓ ધ્યાનમાં લઇ, ટ્રેકર્સ માટે એક અલગ કેડર બનાવવામાં આવે તે દ્યણું જરૂરી છે.

આપને થશે કે સિંહનું આટલું બધું મહત્વ કેમ છે?

સિંહને લીધે ગીરનું જંગલ જળવાઈ રહ્યું છે. સિંહો ન હોત તો ત્યાં મકાનો, ખેતરો કે ખાણો જ હોત. ગીરમાંથી બારે માસ વહેતી સાત નદીઓ આવે છે. ત્યાં ચાર મોટા ડેમ છે. તેથી આજુબાજુના અનેક ગામોમાં પીવાનું અને ખેતીનું પાણી મળી રહે છે. આપણે ગ્લોબલ વાઙ્ખર્મિંગની ભયજનક અસરો અનુભવી રહ્યા છીએ. કુદરતી જંગલોનું ગ્રીન કવર પ્રાણવાયુ આપે છે, વરસાદ આકર્ષે છે અને અંગારવાયુ શોષે છે.

જંગલના રાજા સિંહને કોઈ એક વખત પણ જુવે છે તે જિંદગીભર યાદ રહે છે. સિંહની ગર્જના (શ્વંર્ીશ્વ) ૮ કિલો મીટર સુધી સંભળાય છે. તે ૧૮-૨૦ કલાક સુધી આરામ કરે છે, પરંતુ માત્ર એક જ રાત્રિમાં એક સિંહ ૫૬ કિલો મીટર સુધી ચાલવાનો દાખલો પણ છે. સિંહ તેના વજનથી પાંચ ગણા વજનના પ્રાણીનો શિકાર કરી શકે છે. બિલાડી કુળના બધા પ્રાણીઓમાં માત્ર સિંહ જ સામાજિક પ્રાણી છે. મનુષ્યોની જેમ તે સિંહણો અને બચ્ચાઓનું કુટુંબ બનાવે છે. સામાન્ય રીતે બે કે ત્રણ નર સિંહ ૩૦-૪૦ સ્કવેર કિલો મીટરમાં ફરતા રહી બીજા સિંહોથી પોતાના કુટુંબનું રક્ષણ કરે છે. નર સિંહની કેશવાળી, આંખો, ચહેરાના મસલ્સ, વિગેરે મનુષ્યને મળતાં આવે છે અને શાંતિથી બેઠો હોય ત્યારે કયારેક સંત જેવો તો કયારેક રાજા જેવો જ લાગે!

આપણે માટે સિંહ એક પ્રાણી નથી. તે શૂરવીરતા, શકિત અને ખાનદાનીનું પ્રતીક છે. સિંહ આપણી સંસ્કૃતિમાં વણાયેલ છે. ભારતના રાષ્ટ્ર ચિહનમાં, મેઇક ઈન ઇન્ડિયા પ્રોજેકટમાં, ગુજરાત રાજયના અને ગુજરાત ટુરિઝમના ચિહ્રનોમાં પણ તેને સ્થાન આપેલ છે. ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લઈને પાપી હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો તેથી દ્યણા લોકો સિંહની પૂજા કરે છે. આમ અપઆપણો સિંહ અન્ય પ્રાણીઓથી તદ્દન નિરાળો છે.

જય ગીર! જય કેસરી!

ભૂષણ પંડ્યા

મેમ્બર, સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ, ગુજરાત.

મો : ૯૪૨૮૨૦૩૧૧૭

ઇ-મેઇલ : bhushanncl@yahoo.co.in

(4:02 pm IST)