Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

૫ મહિનાથી બિમાર વાઘણ ટી-૨૩એ દમ તોડયો

ભોપાલના બાંધવગઢ નેશનલ પાર્કમાં ૧૨'દિમાં ચોથા વાઘનું મોત

ભોપાલઃ બાંધવગઢ નેશનલ પાર્કમાં વાઘણ ટી- ૨૩એ ૫ મહિનાની બીમારી બાદ ગઈકાલે દમ તોડયો હતો. વાઘણ ૨૬ માર્ચથી બીમાર હતી. આ અગાઉ ટાઈગર ડેના  એક'દિ પહેલા ૨૮ જુલાઈએ એક વાઘણ અને બે બચ્ચાના મોત થયેલ. ટી- ૨૩ ૧૭ વર્ષની હતી. તે વૃધ્ધાવસ્થાના કારણે શિકાર કરી શકતી ન હતી. તેણે અત્યાર સુધીમાં નવ બચ્ચાઓને જન્મ આપ્યો હતો.

(3:43 pm IST)