Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થવા લાગી : શાળાઓ ખુલી : બજારો ધમધમી : નમાઝની પરવાનગી

લોકોના ચહેરા ઉપર રાહત : જનજીવન ધીમે ધીમે પાટે

નવી દિલ્હી, તા. ૯ : જમ્મુ કાશ્મીર હવે કેન્દ્ર શાસિત બની ગયો છે, પરંતુ હાલ રાજયમાં એક અજીવ સન્નાટો પ્રસરેલો છે. રાજયમાં ધારા ૧૪૪ લાગુ છે અને દરેક જગ્યાએ સુરક્ષાદળ તૈનાત છે. આ બધાની વચ્ચે આજે જમ્મુ ક્ષેત્રમાં શાળા-કોલેજ ચાલુ થયા છે. કલમ ૩૭૦ ખત્મ થયા બાદ જમ્મુના સાંબાથી તસ્વીરો સામે આવી છે જે હાલાત સામાન્ય થવા તરફ ઇશારો કરે છે. સાંબામાં શાળા ખુલી ગઇ છે અને બાળકો એક વાર ફરી બેગ લઇને ભણવા માટે નીકળ્યા છે. ગઇકાલે પ્રશાસને નિર્ણય કર્યો હતો કે જમ્મુના ઉધમપુર અને સાંબામાં સરકારી પ્રાઇવેટ શાળા અને કોલેજ ખોલવામાં આવશે. આ દરેક શાળા એક સપ્તાહથી બંધ રહ્યા છે.

ઉધમપુરના ડેપ્યુટી કમિશનર પીયુષ સિંગલાએ કહ્યું કે ધારા ૧૪૪ હજુ પણ લાગુ છે, પરંતુ કેટલાક સ્થળે છુટ આપવામાં આવી છે  અમે દરેક વિસ્તારમાં નજર રાખી રહ્યા છે. બજારોને સવારે ૧૧ થી પ વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે.

(3:39 pm IST)