Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

રાજકોટમાં સવારથી ઝાપટા : સાંજથી સ્ફોટક ઈનિંગ ?

વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારથી હળવા - ભારે ઝાપટાનો દોર : માર્ગો સતત ભીના

રાજકોટ, તા. ૯ : સમગ્ર રાજયમાં સાર્વત્રિક વરસાદની આગાહીના પગલે રાજકોટ શહેરમાં પણ મેઘાવી માહોલ છવાયેલો છે. સવારથી હળવા ભારે ઝાપટા વરસી રહ્યા છે. સાંજથી મેઘરાજાની સ્ફોટક ઈનિંગ જોવા મળશે?

બંગાળની ખાડીવાળી સિસ્ટમ્સ સૌરાષ્ટ્ર-ગુજરાત તરફ આવી ચુકી છે. હવામાનના સૂત્રોએ આજથી બે દિવસ સમગ્ર રાજયમાં સાર્વત્રિક

વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજકોટ શહેરમાં પણ છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળે છે.

દરમિયાન આજે સવારે પણ મેઘાવી માહોલ વચ્ચે હળવા - ભારે ઝાપટા વરસી રહ્યા છે. સવારે છાંટા ચાલુ થયા હતા બાદ અગિયાર વાગ્યાની આસપાસ જોરદાર ચાલુ થઈ ગયો હતો એવુ લાગતુ હતું કે તૂટી પડશે પણ થોડીવારમાં ફરી વિરામ લીધો હતો.

આ લખાય છે ત્યારે બપોરે બે વાગ્યે વાતાવરણ બંધાયેલુ છે. સાંજથી જોરદાર બેટીંગ જોવા મળે તેવી સંભાવના છે.

(4:06 pm IST)