Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

બાબા રામદેવઃ ભગવાન રામના વંશજ છે મુસલમાન, સાથે મળીને બનાવીશું મંદિર...

રામ મંદિરનું સમાધાન મધ્યસ્થતાથી આવવાનું નથી, હવે આમાં કોર્ટે જ સાહસ કરવું પડશે

પ્રયાગરાજ, તા.૯: યોગગુરુ બાબા રામદેવે જમ્મુકાશ્મીર સાથે જોડાયેલા આર્ટિકલ ૩૭૦ પર મોદી સરકારના મોટા નિર્ણયનું સ્વાગત કર્યું છે. આ સાથે જ તેમણે જલદી જ રામ મંદિર નિર્મણ થવાની વાત કહી, બાબા રામદેવ મઠ બાગંભરી ગાદીમાં અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્રગિરીને મળવા પહોંચ્યાં હતાં. બાબા રામદેવે સુષ્મા સ્વરાજને યાદ કરતાં કહ્યું કે તેમના વ્યકિતત્વ, ચરિત્ર અને નેતૃત્વને ભારત હંમેશાં યાદ કરશે. મારી સાથે તેઓ સંસ્કૃતમાં વાત કરતાં હતાં અને મારું અને તેમનું દ્યર નજીક હતું એટલે મને ભાઈ કહેતાં હતાં. આ દરમિયાન બાબા રામદેવે મુસ્લિમ સમુદાયને લઈને કેટલીક ટિપ્પણીઓ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર બાબા રામદેવે કહ્યું કે રામ મંદિરનું સમાધાન મધ્યસ્થતાથી આવવાનું નથી, હવે આમાં કોર્ટે જ સાહસ કરવું પડશે. પંચાયતોથી સમાધાન થવાનું હોત તો કયારનું થઈ ગયું હોત. કોર્ટથી નિર્ણય ન થાય તો કાયદા દ્વારા મંદિર બનાવવું પડશે. રામ મંદિર તો બનીને જ રહેશે.

નરેન્દ્ર ગિરી સાથે આત્મીય પ્રેમને વ્યકત કરવા બાગંભરી મંદિર આવેલા રામદેવે કહ્યું કે હનુમાનજીના દર્શન કરીને હું અભિભૂત થયો છું. મઝહબથી મોટા પોતાના પૂર્વજ હોય છે એટલા માટે મુસલમાનોને ઉભા થઈને સમર્થન કરવું જોઈએ. આપણું અને મુસ્લિમોનું ડીએનએ એક છે, આ મક્કામદીનાથી નથી આવ્યાં. પૂર્વજ આપણાં એક છે, રામ છે, કૃષ્ણ છે, શિવ છે.

ત્યારબાદ તેમણે કહ્યું કે નરેન્દ્રભાઇ મોદી અને અમિત શાહની જોડીએ ૩૭૦ પર મોટો નિર્ણય લીધો. બીજા ચરણમાં પાક અધિકૃત કાશ્મીર અને અકસાઈ ચીનનું લક્ષ્ય પણ પૂર્ણ થશે. આપણે આઝાદીનું જશ્ન તો નથી જોયું પરંતુ કલમ ૩૭૦ હટાવવાના જશ્નને જરુર જોયું છે. આ આપણા માટે સૌભાગ્ય છે. આપને જણાવી દઈએ કે સરકારે મોટો નિર્ણય લેતાં આર્ટિકલ ૩૭૦દ્ગક્ન અધિકાંશ પ્રાવધાનોને ખતમ કરીને જમ્મુકાશ્મીર અને લદ્દાખને અલગ-અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા છે.

(10:24 am IST)