Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

IDIA ફાઉન્ડર પ્રોફેસર શ્રી શામનાદ બશીરનું અકસ્માતે નિધનઃ ભારતના જરૂરીયાતમંદ સ્ટુડન્ટસને શ્રેષ્ઠ કાયદાકીય શિક્ષણ મળી રહે તે માટે IDIA નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી હતીઃ વિશ્વના ૫૦ ઇન્ટેલેકચ્યુઅલ લીડર્સમાં સ્થાન ધરાવતા શ્રી શામનાદની ૪૩ વર્ષની યુવાન વયે ચિરવિદાય

 

 

 

કર્ણાટકઃ ''ઇન્ક્રીઝીંગ ડાઇવર્સિટી બાય ઇન્ક્રીઝીંગ એકસેસ (IDIA)'' ભારતના જરૂરિયાતમંદ સ્ટુડન્ટસને શ્રેષ્ઠ કાયદાકીય શિક્ષણ મળી રહે તે માટે ૨૦૧૦ની સાલમાં ઉપરોકત નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી શામનાદ બશીરનું આજરોજ ૪૩ વર્ષની યુવાન વયે કર્ણાટક મુકામે  અકસ્માતે દુઃખદ નિધન થયું છે.

તેઓ ચિકમગાલુ હતા ત્યારે ઉપરોકત ઘટના બની છે. ખરાબ વાતાવરણને કારણએ તેમનો મૃતદેહ મેળવવાના પ્રયત્નો ચાલુ છે.

૧૪મે ૧૯૭૬ના રોજ જન્મેલા શ્રી શામનાદએ બેંગલોરની નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયામાંથી ગ્રેજ્યુએટની પદવી મેળવી હતી. તથા પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રી યુનિવર્સિટી ઓફ ઓકસફર્ડમાંથી મેળવી હતી.

તેમણે NUJSમાં ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી લો ચેર તરીકે ફરજ બજાવી હતી. તેમજ તેઓ નોવાર્ટીક કેસ સહિત અનેક જાહેર હિતો માટેના ઐતિહાસિક કેસો લડયા હતા. ૨૦૧૪ની સાલમાં હયુમેનીટીઝ ક્ષેત્રે નોંધપાત્ર સંશોધનો બદલ તેમણે ઇન્ફોસીઝ સાયન્સ ફાઉન્ડેશન પ્રાઇઝ મેળવ્યું હતું. તેઓ વિશ્વના ૫૦ ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી લીડરમાં સ્થાન ધરાવતા હતા. જે તેઓને spicy ip માટે મળ્યું હતું.

(12:00 am IST)