Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

વિપક્ષના મહાગઠબંધનને મોટો ઝટકો :આપ સહીત ત્રણ પક્ષોએ છોડ્યો સાથ :એનડીએ વધુ મજબૂત

રાજ્યસભાના ઉપસભાપતિની ચૂટણીંમાં બીજદ અને ટીઆરએસ દ્વારા સમર્થન મળતા એનડીએ વધુ મજબૂત બની ઉભર્યું

 

નવી દિલ્હી :લોકસભા ચૂટણીં પહેલા વિપક્ષના મહાગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે રાજ્યસભાના ઉપસભાપતિ પદની ચૂંટણીમાં બીજદ અને ટીઆરએસ દ્વારા જેડીયૂ ઉમેદવારનો સાથ આપવાથી એનડીએનો સંબંધ વધારે મજબુત થયો છે ભાજપની વિરુદ્ધ મોટુ ગઠબંધન બનાવવાના વિપક્ષના પ્રયાસોને નિષફળતા મળી છે અને સત્તાપક્ષ માટે મોટી સફળતા છે. સંયુક્ત મોરચાના દાવા કરી રહેલ કોંગ્રેસ માટે એક મોટો ઝટકો છે.

  રાજ્યસભા નંબર ગેમમાં વિપક્ષ કરતા વધારે મજબુત થવાનાં કારણે એનડીએ ઉત્સાહમાં આવી ચુક્યું છે. કારણ કે એનડીએ ઉમેદવાર હરિવંશે વિપક્ષના ઉમેદવાર બીકે હરિપ્રસાદની વિરુદ્ધ 105ના બદલે 125 મત્ત મેળવ્યા. તેના વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું કે કયા પ્રકારે બીજદ અને ટીઆરએસએ 20 જુલાઇને સરકારની વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ અંગે લોકસભામાં મતદાનથી દુર રહેવાનો નિર્ણય કર્યો હતો, જો કે તેમણે આજે એનડીએનું સમર્થન કર્યું.

  બંન્ને દળોનો નિર્ણય એટલા માટે પણ ઘણો મહત્વપુર્ણ છે કારણ કે ભાજપ ઓરિસ્સાના મુખ્યમંત્રી અને બીજદ અધ્યક્ષ નવીન પટનાયકની સામે પડકાર બનીને ઉભર્યા છે જ્યારે ટીઆરએસ પ્રમુખ અને તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ હાના સમય સુધી ભાજપની વિરુદ્ધ ક્ષેત્રીય દળોના સંઘીય મોર્ચાની સંભાવના શોધી રહ્યા છે. એક ભાજપ નેતાએ કહ્યું કે, જો નવીન પટનાયક કોઇ નિર્ણય કરી રહ્યા છે તો તેઓ ભવિષ્યમાં તેમની ગણનાના આધારે થશે. વર્ષ 2009માં કંધમાલ તોફાન બાદ સંબંધો તુટતા પહેલા સુધી પટનાયકની પાર્ટી ભાજપની સહયોગી રહી છે. 

(1:01 am IST)