Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

દિલ્હી પોલીસે મોટા હુમલાનું ષડ્યંત્ર નિષ્ફળ બનાવ્યુ : હથિયારો-ગોળાબારુદ સાથે બે શખ્શોની ધરપકડ

બન્ને પાસેથી બે કાર્બાઈન, 50 પિસ્તોલ અને 50 કારતૂસ જપ્ત

 

નવી દિલ્હી :સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હી પોલીસે મોટા હુમલાનું ષડ્યંત્ર નિષ્ફળ બનાવ્યુ છે. દિલ્હી પોલીસે હથિયાર અને ગોળાબારૂદ સાથે આરોપીઓ મોહમદ આઝિમ અને આસ મોહમદની ધરપકડ કરી છે

  પોલીસે બન્ને પાસેથી બે કાર્બાઈન, 50 પિસ્તોલ અને 50 કારતૂસ જપ્ત કર્યા છે. પોલીસે બન્ને શખ્સોની પૂછપરછ શરૂ કરી છે.

  સ્વતંત્રતા દિવસ પહેલા ગુપ્તચર એજન્સી દ્વારા દિલ્હીમાં એલર્ટ આપવામાં આવ્યુ છે.જેથી દિલ્હી પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે પહેલા જમ્મુ કાશ્મીરના ગાંધીનગરમાં હથિયારના જથ્થા સાથે  એક આતંકવાદીને ઝડપી પાડ્યો હતો. અને હવે વધુ બે શખ્સોની ધરપકડ દિલ્હી પોલીસે કરી છે.

(12:06 am IST)