Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

બહેરિનમાં પૂ,પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ :ઈતિહાસમાં પહેલી જ વખત કોઈ હિન્દુ ગુરુને શ્રદ્ધાંજલિ અપાઈ

બહેરિનનાં વડાપ્રધાન, પ્રિન્સ ખલિફા-બિન-સલમાન-અલ-ખલિફાએ સમગ્ર દેશવતી લેબર અને સોશિયલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીના પેટ્રનેજ નીચે ઈતિહાસમાં પહેલીવાર હિન્દુ ગુરુને શ્રદ્ધાંજલિ અપાઈ

બહેરીનમાં પૂ,પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અપાઈ હતી બહેરિનના ઇતિહાસમાં [પહેલીવાર કોઈ હિન્દૂ ગુરુને શ્રદ્ધાંજલિ અપાઈ છે પ,પુ ,પ્રમુખસ્વામી મહારાજ તા.૧૩ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ અક્ષરધામ પધાર્યા પછી ભારતમાં અને સમગ્ર વિશ્વમાં મોટાં-મોટાં શહેરો અને નાનકડાં ગામોમાં શ્રદ્ધાંજલિ સભાઓ થઈ.ગુજરાત વિધાનસભામાં શ્રદ્ધાંજલિ અપાઈ હતી,,ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટમાં પણ શ્રદ્ધાંજલિ અપાઈ હતી ભારતની લોકસભા અને રાજ્યસભામાં પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી. રાજકોટમાં ઓડિટોરિયમ, સુરતમાં સ્ટેડિયમ, બરોડામાં બ્રિજ, અમદાવાદમાં રિવરફ્રન્ટ રોડ, ટોરન્ટોમાં સ્ટ્રિટ... એમ સ્વામીશ્રીની સ્મૃતિમાં અનેક સ્થાનો નામાંકિત થયા. પણ સૌના આશ્ચર્ય વચ્ચે મિડલ ઇસ્ટના દેશોમાં પણ સ્વામીશ્રીને શ્રદ્ધાંજલિ અપાઈ. બહેરિનનાં વડાપ્રધાન, પ્રિન્સ ખલિફા-બિન-સલમાન-અલ-ખલિફાએ સમગ્ર દેશવતી લેબર અને સોશિયલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીના પેટ્રનેજ નીચે બહેરિનના ઈતિહાસમાં પહેલી જ વખત કોઈ હિન્દુ ગુરુને શ્રદ્ધાંજલિ અપાઈ હોય તો તે છે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ.

  તા.૨ ઓક્ટોબર, ૨૦૧૬નો એ દિવસ. ઈસ્લામિક નવા વર્ષનો એ દિવસ હતો. તેમાં વિશેષ ઉત્સાહ અને ઉમંગથી સેંકડો ભાવિકો અને આરબો એકત્રિત થઈ સ્વામીશ્રીના ગુણગાન ગાયા હતા. તેમાં એક પ્રતિષ્ઠિત આરબે આંખની અદ્ભુત વાત કરેલી. બહેરિનના બહુ જ સારા રાષ્ટ્રીય લેખક, જાણીતા કોલમિસ્ટ, લોકપ્રિય અને મોટા ગજાના સાહિત્યકાર, શ્રીઅબ્દુલ રહેમાન બુઆલીએ ઊભા થઈને અરેબિક ભાષામાં શ્રદ્ધાંજલિ આપી. પછી તેમણે જણાવ્યું Everyone in this hall wishes if he or she could see Pramukh Swami just one more time... if they can hear Pramukh Swami just one more time. But remember, those whom you really love, you always see them better with your eyes closed. When you close your eyes, you'll see Pramukh Swami everywhere. અત્યારે આ સભાની અંદર સહુના મનમાં એક ઈચ્છા થતી હશે કે માત્ર એક વખત જો હું પ્રમુખસ્વામી મહારાજને ફરી જોઇ શકું. માત્ર એક વખત જો હું પ્રમુખસ્વામી મહારાજને હું ફરી સાંભળી શકું... પણ યાદ રહે, જેને તમે ખરેખર ચાહો છો તે આંખ બંધ કરવાથી વધુ દેખાય છે. આપ જ્યારે આંખ બંધ કરશો તો સર્વત્ર પ્રમુખસ્વામી જ દેખાશે.

(10:49 pm IST)