Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

૨૨ ઇસ્લામિક દેશોમાં ત્રણ તલાક રેગ્યુલેટ....

ભારતમાં અસરકારક કાયદો નથી

         નવીદિલ્હી, તા. ૯ : ભારતમાં ત્રિપલ તલાકને અપરાધ તરીકે ગણવાને લઇને હિલચાલ ચાલી રહી છે. આજે કેન્દ્રીય કેબિનેટે ત્રિપલ તલાક બિલમાં સુધારાને લીલીઝંડી આપી હતી જેના ભાગરુપે મેજિસ્ટ્રેટ જામીન આપી શકશે. ભારતમાં ત્રિપલ તલાકને લઇને કોઇ અસરકારક કાયદો નથી જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિતના ૨૨ ઇસ્લામિક દેશો પણ ત્રિપલ તલાકને રેગ્યુલેટ કરી ચુક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૌથી પહેલા આની પહેલ કરવામાં આવ્યા બાદથી આખરે આ દિશામાં સરકાર આગળ વધી છે. સરકાર હવે લોકસભામાં આ બિલને પસાર કરી ચુકી છે પરંતુ રાજ્યસભામાં આ મામલો અટવાયેલો છે. લોકસભામાં મૌખિકમતથી આ બિલ પસાર કરવામાં આવ્યું હતું.

(7:44 pm IST)