Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

બુલંદશહરના સિંકદરાબાદ વિસ્‍તારમાં દારૂના નશામાં ચકનાચુર પોલીસકર્મીઅે કાર પરથી કાબુ ગુમાવી બે બાઇકને ટક્કર મારતા અેક વ્યકિતની હાલત ગંભીરઃ લોકોના ટોળાઅે પોલીસને મેથીપાક ચખાડ્યો

મેરઠ: બુલંદશહરના સિકંદરાબાદ વિસ્તારમાં એક પોલીસકર્મીને માર મારવાનો વીડિયો વાયરલ થયો છે. મળેલી માહિતી પ્રમાણે, દારુના નશામાં ધૂત પોલીસકર્મીએ પોતાની કાર પરથી કાબૂ ગુમાવ્યો અને બે બાઈકને ટક્કર મારી. જેમાં ઈજાગ્રસ્ત એક વ્યક્તિની હાલત ગંભીર છે. ઘટનાસ્થળે હાજર લોકોએ નશામાં ચૂર પોલીસને ખૂબ ધોલાઈ કરી અને તેનો યુનિફોર્મ પણ ફાડી નાખ્યો.

રિપોર્ટ પ્રમાણે, ઘટના બુલંદશહર જિલ્લાના સિકંદરાબાદ વિસ્તારના ચોલા રોડની છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, ગત સોમવારે કોન્સ્ટેબલ મનોજ કુમાર બુલંદશહરમાં કાંવડ યાત્રાની ડ્યૂટી પર હતો.

સૂત્રએ આપેલી માહિતી પ્રમાણે, “સોમવારે પોલીસકર્મી દારુના નશામાં ગાડી ચલાવી રહ્યો હતો. દરમિયાન તેણે બે મોટરસાઈકલને ટક્કર મારી. ઘટનામાં 3 લોકો ઘાયલ થયા છે, જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર છે. બાઈકને ટક્કર માર્યા બાદ પોલીસકર્મીની કાર ઝાડ જોડે અથડાઈ હતી.”

ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ કોન્સ્ટેબલના બેલ્ટથી તેની પિટાઈ કરી અને યુનિફોર્મ પણ ફાડી નાખ્યો. પોલીસકર્મી મનોજને બાદમાં એક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સોંપી દેવાયો. મામલે પોલીસકર્મી સામે સિકંદરાબાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. નોએડા પોલીસને અંગે જાણ કરાઈ છે. ઘટના બાદ પોલીસકર્મીને સસ્પેંડ કરાયો છે.

(5:57 pm IST)