Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ગીર ફોરેસ્ટ નથી ગયા? હવે જયપુરમાં પણ કરી શકશો લાયન સફારી

જયપુર, તા.૯: ગુજરાતના પાડોશી રાજય રાજસ્થાનની રાજધાની જયપુર શહેર ફરવા માટેનું એક પ્રમુખ શહેર છે. પિંક સિટી તરીકે ઓળખાતા જયપુરની મુલાકાત ગુજરાતીઓ મોટા પ્રમાણમાં લેતા હોય છે. જયપુર ફરવા જતા લોકો જયપુર ઝુની ખાસ મુલાકાત લેતા હોય છે.

 

હવે જયપુરના પ્રાણીસંગ્રહાલયને પક્ષી સંગ્રહાલય બનાવવાની તૈયારી થઈ રહી છે. આટલું જ નહીં, હવે પર્યટકો નાહરગઢ બાયોપાર્કમાં લાયન સફારીની પણ મજા લઈ શકશે. આ બાયોપાર્કનું કામ અંતિમ ચરણમાં છે. અહીં તમે પરિવાર અને બાળકો સાથે સારો સમય પસાર કરી શકો છો.જયપુર પક્ષીસંગ્રહાલયમાં પર્યટકો માટે ૨૫થી વધારે પક્ષીઓની પ્રજાતિને રાખવામાં આવશે, જેમને દુનિયાભરના અલગ અલગ ભાગમાંથી લાવવામાં આવશે. નવા પ્રસ્તાવ અનુસાર જયપુર પ્રાણીસંગ્રહાલયમાં માત્ર પક્ષીઓ વિષે જાણકારી આપતું બોર્ડ જ રહેશે.

૪ કરોડના ખર્ચે નાહરગઢ બાયો પાર્કમાં જયપુર ડેવલોપમેન્ટ ઓથોરિટી નિર્માણ કાર્ય કરી રહી છે, જે અંતિમ ચરણમાં છે. આ બાયોપાર્કમાં એશિયાટિક લાયન રાખવામાં આવશે. લાયન સફારી માટે પિંજરા વાળા વાહનનો ઉપયોગ કરવામાં આવશે અને એક સમયે એક દિશામાં એક જ વાહન જશે.(૨૩.૧૩)

 

(3:50 pm IST)