Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

કેરળમાં ભારે વરસાદ-ભૂસ્ખલનઃ ૨૦ના મોત

એનડીઆરએફની ટુકડીઓ તૈનાતઃ શાળા-કોલેજોમાં રજાઃ એલર્ટ અપાયું

તિરૂવનંતપુરમ, તા.૯: કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનામાં અત્યાર સુધી ૨૦ના મોત થયા છ. ઇડુક્કી જીલ્લામાં વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં સૌથી વધુ ૧૦ ના મોન થયા અધિકારીઓના જણાવ્યા મુજબ-ઇડુકકીમાં ભૂસ્ખલનમાં ૨૦ લોકો, મલપ્યુરમાં પાંચ અને ડન્નુરમાં  જીલ્લામાં એક વ્યકિતનું મોત થયું છે. વાયનાડ, પલકકડ અને કોઝિકોડ જીલ્લામાં એક-એક વ્યકિત લાપતા છે.

ઇડુકડીના અડીમાલી શહેરમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે પોલીસ અને સ્થાનિક લોકોએ મલબાથી બે લોકોને જીવતા બહાર કાઢયા.

જીલ્લામાં ભારે વરસાદના કારણે જળસ્તર વધવાથી ઇડુક્કી ડેમને ૨૬ વર્ષબાદ ખોલવામાં આવ્યો અગાઉ તેના દરવાજા ૧૯૯૨માં ખોલવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી પિનરઇ વિજયને સ્થિતિનું આકલન કરવા માટે એક ઇમરજન્સી બેઠક બોલાવી વિજયેને કહ્યું અમે આર્મી, નૌસના, તટર સકળળ અને એનડીઆરએફ નીમદદ માંગી, ૩ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. ૨ ટુકડીઓ ૧૯ કાલીક ધોરણે પહોંચશે. અને ૬ અતિશિકત એનડીઆરએફની ટીમોને બોલાવામાં આવી છે.

કોઝિકોડ અને વાયનાડ જીલ્લામાં ભારે વરસાદ અને પુલના કારણે એસડીઆર ચેફનું એક દળ કોઝિકોડ પહોંચી ગયું છે કેન્દ્રને ઉતર કેરળ માટે ટીમો મોકલવા માટે કહેવામા આવ્યું છે. વરસાદના કારણે ઇડુક્કી, કોલ્લમ અને કેટલાક અન્ય જીલ્લામાં શૈક્ષણિક સંસ્થાનોમાં આજે હનીનું એલાન થયું છે.(૨૨.૧૧)

(3:43 pm IST)