Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

હિમાચલ, ઉતરાખંડ, યુ.પી., રાજસ્થાન, એમ.પી., અરૂણાચલ, આસામ અને મેઘાલયમાં વરસાદ પડશે

ઉત્તરાખંડમાં એકધારા વરસાદથી ભુસ્ખલનઃ હવામાન વિભાગ દ્વારા એલર્ટ :કેરાલામાં ભારે વરસાદ અને ભુસ્ખલનથી કુલ ૨૦ના મોતઃ ૨૬ વર્ષ બાદ ઇડુકી ડેમના દરવાજા ખોલાયા

નવી દિલ્હી,તા.૯ : હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ૨૪ કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશના અનેક રાજયોમાં વરસાદ પડી રહ્યો છે. જેના લીધે અમુક વિસ્તારોમાં પુરનું સંકટ તોળાઈ રહ્યું છે. જેની અસરથી આમજનતાનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.દરમિયાન હવામાન વિભાગે કહ્યું છે કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉતર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં વરસાદ પડશે. જેના પગલે એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.

ઉતરાખંડમાં છેલ્લા ત્રણેક દિવસોથી એકધારો વરસાદ વરસી રહ્યો છે. ભુસ્ખલન, નદીઓમાં ઉફાન જેવી સ્થિતિ બની છે. જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. હિમાચલ પ્રદેશમાં છેલ્લા ૪૮ કલાકોમાં મધ્યમથી હળવો વરસાદ પડયો હતો. જયારે ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું હતું.

(3:41 pm IST)