Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ફ્રોડ ડિફોલ્ટર્સની સંપત્તિ પર પ્રથમ દાવો બેન્કોનો રહેશે :એપેલેટ ટ્રિબ્યુનલનો મોટો ચુકાદો

ટ્રિબ્યૂનલે વિન્સમ ડાયમંડ્સ એન્ડ જ્વેલરીના કેસમાં ઇડી સાથેના વિવાદમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કની તરફેણમાં રૂલિંગ આપ્યું

મુંબઇ: પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ સાથે સંકળાયેલા કેસમાં એપેલેટ ટ્રિબ્યૂનલે મોટો ચુકાદો સંભળાવતા જણાવ્યું છે કે ફ્રોડ ડિફોલ્ટર્સની સંપત્તિ પર પ્રથમ દાવો બેન્કોનો રહેશે. ટ્રિબ્યુનલે જણાવ્યું છે કે જો બેન્કોએ લોન આપવા માટે એસેટ્સ પર પોતાના રાઇટ્સ પહેલેથી જ ક્રિએટ કર્યા ન હોય એવા કિસ્સામાં ડિફોલ્ટરોની સંંપત્તિ પર એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી) દાવો કરી શકે છે.

  અન્ય કિસ્સામાં કૌભાંડી ડિફોલ્ટરોની સંપત્તિ પર પ્રથમ દાવો બેન્કનો રહેશે. ટ્રિબ્યૂનલે વિન્સમ ડાયમંડ્સ એન્ડ જ્વેલરીના કિસ્સામાં ઇડી સાથેના વિવાદમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કની તરફેણમાં રૂલિંગ આપ્યું છે.

 ટ્રિબ્યૂનલે જણાવ્યું છે કે જો ગીરવે રાખવામાં આવેલી સંપત્તિ દ્વારા બેન્ક પોતાના બાકી નીકળતા લેણાં વસૂલ કરી ન શકે તો તે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી એક્ટની ભાવનાની વિરુદ્ધ હશે. એપેલેટ ટ્રિબ્યૂનલનો આ ચુકાદો બેન્કો માટે મોટી રાહતરૂપ રહેશે અને બેન્કોને પોતાની વસૂલાત કરવામાં અને એનપીએ સુધારવામાં મદદરૂપ રહેશે

 

(12:23 pm IST)