Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

પાકિસ્તાની એક્ટ્રેસ-સિંગર રેશમાની પતિએ ગોળી મારી કરી હત્યા

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં અભિનેત્રી તેમજ ગાયિકા રેશ્માની તેના પતિએ જ ગોળી મારી હત્યા નિપજાવી છે. નૌશેરા કલામ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ઘરકંકાસના લીધે આરોપી પતિએ આ પગલુ ભર્યુ હતુ.

 અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં મહિલા અત્યારનો આ 15મો બનાવ છે.

(12:10 pm IST)