Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ટુંક સમયમાં ગંદી-ફાટેલી તૂટેલી ર૦૦૦ તથા ર૦૦ ની નોટ પણ બદલી શકાશે

કાયદામાં ર૦૦૦ તથા ર૦૦ ની નોટ બદલી આપવાની જોગવાઇ ન હોવાથી લોકો હતા પરેશાન : હવે રાહત : નાણા મંત્રાલયે રિઝર્વ બેંકના પ્રસ્તાવને મંજુરી આપી : કસમાં જાહેરનામું

નવી દિલ્હી, તા. ૯ :  તમારી પાસે ર૦૦ અને ર૦૦૦ રૂપિયાની ગંદી તથા ફાટેલી-તૂટેલી નોટ બદલવાનો માર્ગ મોકળો બની ગયો છે. નાણા મંત્રાલયે આવા બારામાં રિઝર્વ બેંકના મુસદ્દાને મંજુરી આપી દીધી છે ટુંક સમયમાં જાહેરનામું બહાર પડશે.

નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રિઝર્વ બેંકે અમારી પાસે ફાટેલી-તૂટેલી-ગંદી નોટ બદલાવના આર.બી.આઇ.(નોટ રીફંડ) રૂલ્સ ર૦૦૯માં ફેરફારનો પ્રસ્તાવ મોકલ્યો હતો તેને મંજુર કરી રિઝર્વ બેંકને પરત કરી દેવાયો છે.

ટુંક સમયમાં નવા નિયમો જારી કરાશે. જેનાથી પ્રજાને રાહત થશે. હાલના નિયમ મુજબ ૧,ર,પ,૧૦,ર૦,પ૦,૧૦૦,પ૦૦,૧૦૦૦ ની નોટ બદલવાની જોગવાઇ હતી.

રિઝર્વ બેંકનું કહેવું છે કે હવે અમારૂ બોર્ડ પ્રસ્તાવને મંજુરી આપશે તે પછી ર૦૦ અને ર૦૦૦ ની નોટ બદલવાનો માર્ગ ખુલશે.

દેશભરમાં લોકોએ આ બાબતને લઇને પરેશાન છે કે, નોટ બદલી અપાતી નથી. બેંક પણ કાયદો ન હોવાથી નોટ બદલી આપતી નહોતી. કાયદામાં ફેરફાર બાદ લોકોને રાહત મળશે.

ર૦૦૦ ની નોટ ૮ નવે. ર૦૧૬ તથા ર૦૦ ની નોટ ર૪ ઓગષ્ટ ર૦૧૭ના રોજ જારી થઇ હતી તે બદલવાની કોઇ જોગવાઇ કરવામાં આવી નહોતી. ર૦૦૦ ની નોટ જારી થયાને દોઢ વર્ષ થઇ ગયુ઼  છે. ગંદી-ફાટેલી નોટ બદલી શકાતી નહોતી. પણ હજુ તે શકય બનશે.

(11:55 am IST)