Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

હિન્દુ હોવા છતાં કરૂણાનિધિને શા માટે દફનાવવામાં આવ્યા ?

દ્રાવિડ આંદોલન સાથે જોડાયેલા મોટા ભાગના નેતાઓ ભગવાનમાં માનતા નથી અને તેઓ હિન્દુઓની કુરીતિઓના વિરોધી છે

ચેેન્નાઇ તા ૯ : મદ્રાસ હાઇકોર્ટે DMK ના ચીફ એમ. કરૂણાનિધીને ગઇકાલે ચેન્નાઇના મરીના બીચ પર દફનાવવાની મંજુરી આપી હતી. જોકે અનેક લોકોના મનમાં એવો પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે હિન્દુનેતા હોવા છતાં કરૂણાનિધિને દફનાવવામાં કેમ આવ્યા ?  વાસ્તવમાં ભુતકાળમાં દ્રાવિડ આંદોલન સાથે જોડાયેલા મોટા ભાગના નેતાઓને દફનાવવામાં આવ્યા હતા એટલે કરૂણાનિધિને પણ દ્રાવિડ આંદોલન સાથે જોડાયેલા હોવાના કારણે જ દયનાવવામાં આવી રહ્યા છે.

 દ્રાવિડ આંદોલન સાથે જોડાયેલા કોઇ પણ નેતા પછી એ પેરયાર હોય કે DMK સંસ્થાપક સી.એન. અન્ના દુરાઇ, એમ.જી. રામચંન્દ્રન કે જયલલીતા બધાને  મરીના બીચ પર દફનાવવામાં આવ્યાં હતા. આમ કરૂણાનિધિને દફનાવવાને પણ દ્રાવિડ આંદોલન સાથે જોડવામાં આવી રહ્યા છે. દ્રાવિડ આંદોલન મુખ્યત્વે બ્રાહ્મણવાદ અને હિન્દી ભાષાના વિરોધને પગલે ઊભર્યુ હતું આથછ દ્રાવિડ માટે સોફટ કોર્નર ધરાવનારા રાજકીય નેતાઓને તેમના મૃત્યુબાદ બ્રાહ્મણવાદ અને હિન્દુ પરંપરાથી વિરૂધ્ધ આ પરંપરા તામિલનાડુમાં લાંબા સમયથી ચાલીઆવે છે. દ્રાવિડ આંદોલન સાથે જોડાયેલા મોટાભાગના નેતાઓ ભગવાનમાં માનતા નથી. કરૂણાનિધિ પોતે પણ ભગવાનમાં શ્રદ્ધા નથી ધરાવતા અને નાસ્તિક છે એમ અનેકવાર જણાવી ચુકયા છે. દ્રાવિડ આંદોલનના પિતામહ સમાજસુધારક ઇવીકે  રામસ્વામી પેરિયારને માનવામાં આવે છે. તેમણે બ્રાહ્મણવાદી વિચારો અને હિન્દુઓની કુરિતીઓનો વિરોધ કર્યો હતો. ૧૯૪૪ માં પેરિયારે દ્રાવિડ  કઝધમ નામની પાર્ટીનું ગઠબંધન કર્યુ હતું.

પછીથી અન્નાદુરાઇ સાથે તેમનાં મતભેદ થતાં અન્નાદુરાઇએે DMK  ની સ્થાપના કરી હતી. આ પાર્ટી દ્વારા તામીલનાડુના રાજકરણમાં વિશેષ સ્થાન બનાવનારા નેતાઓમાં એા.જી.રામંચંદ્રન અને કરૂણાનિધિ સામેલ છે. અન્નાદુરાઇના મૃત્યું બાદ DMK  નું સુકાન કરૂણાનિધિના હાથમાં આવ્યું જોકે કેટલાક મતભેદને કારણે એમ.જી. રામચંદ્રને .AIADMK નામની અલગ પાર્ટી બનાવી.

દ્રાવિડ આંદોલન સાથે જોડાયેલા નેતાઓમાના એક જયલલિતા આયંગર બ્રાહ્મણ હતા અને કપાળે આયંગર તિલક પણ લગાવતાં હતા. તેમને પણ તેમના અવસાન બાદ દફનાવવામાં આવ્યાં હતા.

આ પ્રકારે દ્રાવિડ આંદોલનના મોટા નેતઓને દફનાવવાની પરંપરા જયલલિતા અને કરૂણાનિધિએ આગળ ધપાવી  છે.

રાજકીય કારણ પણ છે

તામીલનાડુના નેતાઓને દફનાવવા પાછળ એક રાજકીય હેતુ પણ માનવામાં આવે છે. દફનાવાયા બાદ નેતાઓ પોતાના સમર્થકો વચ્ચે એક સ્મારકરૂપે હાજર રહે છે. આમ કરૂણાનિધિની સમાધિ એક રાજકીય પ્રતીક બની રહેશે

(11:32 am IST)