Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

સેન્સેકસ પહેલીવાર ૩૮૦૦૦ ઉપરઃ નીફટી ૧૧૫૦૦ની નજીક

શેરબજાર પુરપાટ દોડે છે : અષાઢ મહિને દિવાળી જેવો માહોલ : ઇન્વેસ્ટરોને જલ્સા : મેટલ - પીએસયુ બેંક - એનર્જી સેકટરમાં સૌથી વધુ લેવાલી : સ્મોલકેપ - મીડકેપ શેર્સ ઉછળ્યા

મુંબઇ તા. ૯ : શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજીનો દોર એકધારો ચાલુ રહ્યો છે. આજે સેન્સેકસે ઇતિહાસ રચી ૩૮૦૦૦ સપાટી વટાવી છે તો નીફટી પણ ૧૧૫૦૦ની નજીક પહોંચી ગયો છે. બેંક ઇન્ડેક્ષ નવી ઉંચાઇએ પહોંચી ગયો છે.

આજે ખુલતા જ સેન્સેકસે નવી ઉંચાઇને સ્પર્શ કર્યો હતો. પહેલીવાર ૩૮૦૦૦ની પાર થવામાં તે સફળ રહ્યો છે. જ્યારે નીફટીએ ૧૧૪૯૫નો રેકોર્ડ બનાવ્યો હતો. સેન્સેકસે ૩૮૦૫૦ને સ્પર્શ કર્યો હતો.

આ લખાય છે ત્યારે સેન્સેકસ ૧૬૦ પોઇન્ટ વધીને ૩૮૦૪૮ અને નીફટી ૨૭ પોઇન્ટ વધીને ૧૧૪૭૭ ઉપર ટ્રેડ કરે છે.

મીડકેપ અને સ્મોલકેપ શેર્સમાં ખરીદી જોવા મળી રહી છે. મોટાભાગના ઇન્ડેક્ષ ગ્રીન ઝોનમાં છે. મેટલમાં પણ તેજી છે.

નીફટી પર આઇસીઆઇસીઆઇ, હિન્દાસ્કો, હિન્દુસ્તાન પેટ્રોલીયમ, સિપ્લા, ઇન્ડીયન ઓઇલ, ઇન્ફોસીસ, એસબીઆઇ, ગેઇલ, એકસીસ બેંકમાં તેજી જણાય છે.

હિન્દુ કન્સ્ટ્રકશન ૧૨.૯૫, જયપ્રકાશ ૧૬.૯૬, રિલાયન્સ કોમ્યુ. ૨૦.૨૫, નેશનલ એલ્યુ. ૭૧.૪૦, આઇસીઆઇસીઆઇ ૩૩૩, એકસીસ ૬૧૪, એસબીઆઇ ૩૧૬, સનફાર્મા ૫૮૧, ઇન્ફોસીસ ૧૩૮૧, આઇઓબી ૧૫.૯૭, કોલ ઇન્ડીયા ૨૮૨, વેદાંતા ૨૨૮, શારદા કોર્પ ૪૧૭, નેશનલ એલ્યુ ૭૨.૩૫, હેથવે ૨૦.૮૦, ડીએલએફ ૨૦૧ ઉપર છે.

ભારતીય શેરબજારનું લાંબા ગાળાનું આઉટલુક ઉજળું જણાઈ રહ્યું છે. સરકાર નાણા સમાવેશ માટે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને કૃષિ આવક વધારવા પર ભાર આપી રહી છે જે ખાનગી બેન્કિંગ તેમજ વપરાશ ક્ષેત્રે પ્રોત્સાહક રહેશે તેમ શેરખાનના એડવાઈઝરીના સલાહકાર હેમાંગ જાનીએ જણાવ્યું હતું.  એનર્જી અને પીએસયુ શેરોમાં લેવાલીના ટેકે શેરબજારમાં તેજીનો જુવાળ જોવા મળ્યો છે. આ ઉપરાંત રિયલ્ટી, હેલ્થકેર, આઈટી, ટેક, મેટલ, ઈન્ફ્રાસ્ટ્રકચર, કેપિટલ ગુડ્ઝ, એફએમસીજી, પાવર અને ઓટો શેરોમાં ઉછાળાથી બેન્ચમાર્ક ઈન્ડેકસમાં નવી ઓલટાઈમ હાઈ સપાટી જોવા મળી હતી.  

પ્રથમ ત્રિમાસના પરિણામોથી બજારનું સેન્ટિમેન્ટ સુધરતા વૈશ્વિક તેમજ સ્થાનિક ફંડોની આક્રમક લેવાલી જોવા મળી રહી છે. ગઈકાલના સેશનમાં એફપીઆઈએ ૫૬૮.૬૩ કરોડની નેટ લેવાલી કરી હતી જયારે સ્થાનિક ફંડોએ ૩૦.૨૫ કરોડની લેવાલી કરી હતી.

એશિયન બજારો પ્રારંભિક સેશનમાં મિશ્ર રહ્યા હતા. હોન્ગકોંગનો હેન્ગસેંગ ૦.૮૯ ટકા ઉપર હતો જયારે શંાઘી કોમ્પોઝિટ ઈન્ડેકસ ૧.૮૩ ટકા ઉછળ્યો હતો. જાપાનનો નિક્કી આંક ૦.૨૭ ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો હતો.(૨૧.૩૦)

(3:40 pm IST)