Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

વેપાર-ઉદ્યોગમાં પ્રાણ ફુંકવા આવી રહી છે નવી ઔદ્યોગીક નિતિ

પોલીસીને અંતિમ ઓપ આપી રહ્યુ છે DIPP: બે સપ્તાહમાં મંજુરી માટે કેબિનેટમાં જાશેઃ સરળ બિઝનેસ, વધુ રોજગાર નો હેતુઃ ઉદ્યોગો માટેની વિજળી સસ્તી કરવામાં આવશે

નવી દિલ્હી તા. ૯ : સરકાર ટુંક સમયમાંજ એક નવી ઔદ્યોગીક નીતી રજુ કરશે.  એના દ્વારા  સરકારનો ઈરાદો રેગ્યુલેટરી  રીફોર્મ્સમાં  તેજી લાવવાનો  અને ઉદ્યોગો માટે વિજ દર ઘટાડવાનો છે.  અધિકારીઓ દાવો કરે છે કે આમ  થવાથી  કંપનીઓ  માટે કામ  કરવુ વધારે સહેલુ બનશે. અને રોજગારીની તકો વધશે. તેમણે  જણાવ્યુ કે આ નવી નિતી ને ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ  પોલીસી એન્ડ પ્રમોશન (ડીઆઇપીપી) અંતિમ રૂપ આપી રહ્યુ છે અને આવતા  બે અઠવાડીયામાં તેને  કેબીનેટ સમક્ષ મંજુરી  માટે મુકવામાં આવશે.

 

આ નીતીમાં જીએસટીની જેમ કેન્દ્ર અને રાજ્યના પ્રતિનિધિત્વ વાળુ એક સંગઠન બનાવવાનો  પ્રસ્તાવ શામેલ છે.  જેથી શ્રમ કાયદાઓ , ટેકો ની જોગવાઇઓ  અને જમીન લીઝ પર દેવાના નિયમોમાં ફેરફાર પર ઝડપી  નિર્ણયો લઇ શકાય. હાલમાં દેશના જીડીપીમાં  ઔદ્યોગીક ક્ષેત્રનો  હિસ્સો ૨૯ ટકા છે. ચીનમાં આ આંકડો ૪૪ ટકા છે. છેલ્લા ૩૦ વર્ષમાં  ઔદ્યોગીક નીતીમાં આ પહેલો ફેરફાર માનવામાં આવે છે. આવતા વર્ષે થનાર  લોકસભા  ચુંટણી  પહેલા તેને અમલી  બનાવાશે. એક ઉચ્ચ  અધિકારીએ  જણાવ્યુ કે પ્રસ્તાવિત  નિતી ત્રણ મુખ્ય વાતો પર કેન્દ્રીત હશે. કોમ્પીટીટીવનેસ , સસ્ટેનીબીલીટી  અને ઈનકલ્યુઝન  તેમેણે કહ્યુ કે ઉદ્યોગોને જો કોમ્પીટીટીવ  બનાવવા હશે. તો પડતર ઘટાડવી પડશે. આ નિતીમાં ઘરેલુ  ઉપયોગ અને ખેતિવાડી માટે વિજળી પર ડાયરેકટ  બેનીફીટ ટ્રાંસફર નો પ્રસ્તાવ કરાયો છે. જેનાથી ઉદ્યોગોની પડતર કિંમતમાં ઘટાડો થશે.  હાલમાં દરો  અને ખેતી માટે ઉપયોગમાં લેવાતી  વીજળીમાં સબસીડી દેવાના કારણે ઉદ્યોગો માટેની વિજળી દરો વધારે છે. એમા  ઘટાડો કરીને ઉદ્યોગોની પડતર કિંમતમાં ઘટાડો કરવો એ આ નિતીના એજન્ડામાં છે. આ નિતીનો ઉદેશ દેશમાં મેન્યુફેકચરીંગ  અને એન્ટપ્રીન્યોર શીપને પ્રોત્સાહન આપવાનો છે. દેશના પહેલા આકડાશાસ્ત્રી   અને જાણીતા  અર્થશાસ્ત્રી  પ્રણવએને કહ્યુ કે મેન્યુફેકચરીંગ  અત્યારે એટલુ જટીલ થઇ ગયુ છે જેના નિવારણ માટે આવી પોલીસીની જરૂર છે. કારણકે હવે આપણી  પાસે પંચવર્ષિય  યોજનાઓ નથી રહી. (૧૭.૨)

(11:28 am IST)