Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

બાલિકા ગૃહો : અનેક રાજ્યોમાં યુપી - બિહારવાળી ? રાજ્ય સરકારો છાવરતી?

દેશભરમાં ધમધમે છે ગેરકાયદે બાલિકા ગૃહો : ઓડીટ માટે અનેક રાજ્યોએ પરવાનગી નહોતી આપીઃ જે જગ્યાએ નિરાધાર બાળાઓને આશ્રય આપવાનું અને સમાજની મુખ્યધારામાં લાવવાનું કામ હોય ત્યાં શોષણ - દુરાચાર

નવી દિલ્હી તા. ૯ : મુઝફફરપુર અને દેવરિયાની ઘટનાએ સમગ્ર દેશને ઝંકોરી દીધો છે. બાલિકા ગૃહો જયાં નિરાધાર બાળકીઓને આશ્રય આપવાનું અને તેમને સમાજની મુખ્યધારા સાથે ભેળવવાનું કામ કરવાનું હોય તે જગ્યાએ આ બાળકીઓનું શોષણ અને દુરાચાર કરવામાં આવતો હોવાની ઘટના બાદ હવે સામે આવ્યું છે કે આવી તમામ સંસ્થાઓનું ઓડિટ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્દેશ છતા બનાવવામા આવેલ ઓડિટ એજન્સીઓની પહોંચથી આ બાલિકા ગૃહો દૂર હતા. કેમ કે ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત ૯ રાજયોએ ઓડિટની ના પાડી દીધી હતી.

નેશનલ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ(NCPCR) તેમજ કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તમામ રાજયોને સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ દિલ્હી, છત્ત્િ।સગઢ, હિમાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, કેરળ અને પશ્યિમ બંગાળ સહિત યુપી અને બિહારમાં ઓડિટ એજન્સીઓને તપાસ કરવાની અનુમતિ નથી આપવામાં આવી.

આ સૂચીમાં પહેલા ઓડિશા પણ સામેલ હતું પરંતુ પાછળથી કેન્દ્રના હસ્તક્ષેપના કારણે તે ઓડિટ માટે તૈયાર થઈ ગયું હતું. જયારે આ રાજયોનું કહેવું હતું કે તેઓ ખુદ ઓડિટ કરી લેશે. NCPCR પાસે રહેલા આંકડાઓ મુજબ ૫,૮૫૦ રજિસ્ટર્ડ બાલિકાગૃહો છે અને ૧૩૩૯ બાલિકા ગૃહો એવા છે જેનું રજિસ્ટ્રેશન હજુ બાકી છે. જેના માટે સુપ્રીમ કોર્ટે ગત વર્ષની ૩૧ ડિસેમ્બરને અંતિમ સમય મર્યાદા જાહેર કરી હતી.

તો બીજી પણ કેટલીક આવી સંસ્થાઓ રાજયના અભયદાન કારણે ચાલી રહી છે જે NCPCRના લિસ્ટમાં સામેલ નથી. આ કારણે આવી સંસ્થાઓનું ઓડિટ કરવું ખૂબ મુશ્કેલ કામ છે. બિહારમાં જ ૭૧ બાલિકા ગૃહો અને યુપીમાં ૨૩૧ બાલિકા ગૃહો છે. અત્યાર સુધી તો લખનૌની એકેડમી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝને ટેન્ડર પ્રોસેસ દ્વારા પસંદ કરીને ઓડિટનું કામ સોંપવામાં આવ્યું છે. ઉચ્ચ NCPCR અધિકારના જણાવ્યા પ્રમાણે મે મહિનામાં ઓડિટ એન્જસીએ ફરિયાદ કરી હતી કે ૧૦ રાજયોમાં રાજય સરકાર તેમને તપાસની અનુમતિ નથી આપી રહી.

કેટલાક રાજયોએ દલિલ કરી કે ઓડિટ એન્જસીઓને મંજૂરી દેવાનો અધિકાર રાજય હસ્તક છે. જેના જવાબમાં NCPCRએ કેન્દ્રીય બાળ અને મહિલા મંત્રાલયને હસ્તક્ષેપ કરવા અંગે કહ્યું હતું. જે અંતર્ગત જુલાઈ મહિનામાં મંત્રાલય દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી. આ વચ્ચે NCPCRએ સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ આપ્યો હતો. હાલ ઓડિશા તો બાલિકા ગૃહોના ઓડિટ માટે તૈયાર થઈ ગયું છે. તો અન્ય ૯ રાજયો આ માટે તૈયાર થાય તેની રાહ જોવામાં આવી રહી છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે 'અમે હજુ યુપી અને બિહારને સહમત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ.'

(11:26 am IST)