Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

બિલ્ડરોને આર્થિક ગુનેગારોની યાદીમાં સમાવેશ કરવા ગ્રાહક સુરક્ષાની ઉગ્ર માંગ

 નવી દિલ્હી :કેન્દ્ર અને રાજય સરકારની તમામ  તપાસ એજન્સીઓ આર્થિક ગુનેગારોની યાદી તૈયાર કરે છે ત્યારે ગ્રાહકોને સસ્તા ભાવના ફલેટની  લાલચ આપીને,હાઉસીંગ પ્રોજેકટ અધુરા મુકીને અને વર્ષો સુધી મકાનનું પઝેશન નહીં આપનારા બિલ્ડરો કરોડો અને અબજો  રૂપિયાના કૌભાંડો કરે છે ગ્રાહકોની સાથે બેંકો સાથે છેંતરપીડી કરે છે.૬૦થી ૭૦ ટકા રકમ ચેકથી અને ૩૦થી ૪૦ ટકા રકમ રોકડેથી બ્લેકમાં વસુલ કરે છે સરકારી કરવેરાઓ અને આવકવેરાની ચોરીઓ કરી સરકારને છેંકરે છે ત્યારે લેભાગુ અને બદમાશન બિલ્ડરો લોકોની પરસેવાની કમાણી અને બચતની મુડી હજમ કરે છે ત્યારે સરકારે લેભાગુ બ્લિડરો ગ્રાહકોના નાણાં બેનામી મિલકતો ખરીદવા અને અન્ય રોકાણ કરે છે પરંતુ સીઆઇડી ક્રાઇમ,સીબીઆઇ સેન્ટ્રલ ઇકોનોમીક ઇન્ટેલીજન્સ બ્યુરો એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ ઇન્કમટેક્ષ વગેરે એજન્સીઓ લેભાગુ બિલ્ડરોની બેનામી સંપત્તિ શોધી કાઢી ગ્રાહકોને રકમ પરત આવે તો જ સરકારનો કાર્યક્ષમ વહીવટી અને કામ કરતી સરકાર ગુડ ગવર્નર્સનું સુત્ર સાર્થક થાય તેવું ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના અખિલ ભારતીય પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું

(12:00 am IST)