Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

મુજફ્ફરપુર શેલ્ટર હોમ કાંડ ;નીતીશકુમારના મંત્રી મંજુ વર્માએ રાજીનામુ આપ્યું

આરોપી બ્રિજેશ ઠાકુર સાથે મંજુ વર્માના પતિની વાતચીત થયાના ખુલાસા બાદ રાજીનામુ આપ્યું

 

પટના :મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કાંડ મામલે  બિહાર સરકારના સમાજ કલ્યાણ પ્રધાન મંજૂ વર્માએ તેમના પદેથી રાજીનામુ આપી દીધુ છે શેલ્ટર કાંડમાં સામેલ આરોપી  બ્રિજેશ ઠાકુર સાથે બિહાર સરકારના સમાજ કલ્યાણ પ્રધાન મંજૂ વર્માના પતિ ચંદ્રશેખર વર્માના કનેકશન અંગે ખુલાસો થયો હતો.

 આરોપી બ્રિજેશના સીમ કાર્ડની કોલ ડિટેલ્સની તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે તે મંજુ વર્માના પતિ સાથે લગાતાર સંપર્કમાં હતો. જાન્યુઆરીથી મે દરમિયાન બંને વચ્ચે 17 વખત વાતચીત થઈ હતી. તેઓ એક સાથે પટણાથી દિલ્હી પણ જતા હતા.

    રાજીનામુ આપ્યા બાદ મંજુ વર્માએ કહ્યું કે મારો પતિ નિર્દોષ છે અને મને સીબીઆઈ અને ન્યાયાલય પર પૂરો ભરોષો છે મારા પતિ નિર્દોષ સાબિત થશે તેણીએ કહ્યું કે તે જાહેરજીવનમાં છે અને દરેકને ફોનમાં જવાબ આપે છે એવી જ રીતે બ્રજેશ ઠાકુરનો પણ ફોન ઉઠાવે છે અને જવાબ આપે છે

  મંજુ વર્માએ એમ પણ કહ્યું કે હું સુપ્રીમ કોર્ટને અપીલ કરું છું કે બ્રજેશ ઠાકુરની કોલ ડિટેલ્સ જાહેર કરે મને લાગે છે કે બાલિકા ગૃહમાં રાખુસદાર લોકો જતા હતા તેને બચાવવાની કોશિશ થઇ રહી છે

(12:00 am IST)