Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

થાઈલેન્ડમાં અયુથ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ શરુ

રામજન્મ ભૂમિ નિર્માણ ન્યાસ ટ્રસ્ટ દ્વારા કરાઈ બનાવાઈ રહયું છે મંદિર

થાઈલેન્ડના અયુથ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું છે તેનું નિર્માણ રામ જન્મભૂમિ નિર્માણ ન્યાસ ટ્રસ્ટ દ્વારા થઇ રહયું છે,ટ્રસ્ટના અધ્યક્ષ મહંત જન્મજેય શરણનું કહેવું છે કે અહીં રામમંદિર બનવાથી અયોધ્યામાં પણ રામમંદિર નિર્માણનો રસ્તો નીકળશે,ઇતિહાસના પન્ના ઉથલાવશો તો 15મી સદીમાં થાઈલેન્ડની રાજધાનીને અયુથ્યા કહેવાતી હતી જેને સ્થાનિક ભષામાં અયોધ્યા કહેવાય છે

ટ્રસ્ટના અધ્યક્ષ મહંત જન્મજેય શરણએ કહ્યું કે ભારતમાં અયોધ્યામાં રામમંદિર મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે અમે રામભક્તો અહીં રામમંદિરના નિર્માણમાં લાગ્યા છીએ તેઓએ કહ્યું કે થાઈલેન્ડના અયુથ્યામાં ભુમીપુજન અને ધાર્મિક અનુષ્ઠાન બાદ ભવ્ય મંદિરનું નિર્માણ શરુ કરાયું છે

  મહંત જન્મજેય શરણએ વધુમાં જણાવ્યું કે અમો સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યાં છીએ અને આશા છે કે એ અમારા પક્ષમાં આવશે

   બેંકોકમાં રામમંદિરનું નિર્માણ ભારતને વિશ્વગુરૂના રૂપમાં સ્થાપિત કરશે તેનાથી ભગવાન રામની વિચારધારાનો પ્રચાર-પ્રસાર ભારતની બહાર પણ થશે બેંકોકમાં રામમંદિરનું નિર્માણ કામ ચાવ ક્રાય નદીના કિનારે થશે જે શહેરની મધ્યમાં વહે છે

(12:00 am IST)