Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

યુએસના કેલિફોર્નિયાના જંગલમાં ભીષણ આગ :2,83 લાખ એકર જંગલ બળીને ખાખ

-આગ પર કાબુ મેળવવા 14 હજાર ફાયર ફાયટરો કામે લાગ્યા :મૅડોસીના કોમ્પ્લેક્ષ ક્ષેત્રના 17 જગ્યાએ આગ ફેલાઈ

યુએસના કેલિફોર્નિયામાં લાગેલી જંગલની આગ ભીષણ બની છે 11 દિવસ પહેલાં મેન્ડોસિના કોમ્પ્લેક્સ ક્ષેત્રમાં 17 જગ્યાએ લાગેલી આગ પર નિયંત્રણ મેળવવા માટે 14 હજાર ફાયરફાઈટર્સ કામે લાગ્યાં છે..

  અત્યાર સુધીમાં 2.83 લાખ એકર જંગલ બળીને ખાક થઈ ગયું છે.. દુષ્કાળ અને ગરમીની સાથે આંધીના કારણે આગ પૂર્વોત્તર તરફ વધી રહી છે.. કેલિફોર્નિયાના ફોરેસ્ટ એન્ડ ફાયર પ્રોટેક્શન વિભાગે તેને હવે દેશની અત્યાર સુધીની સૌથી ભીષણ આગ ગણાવી છે.આ આગને કારણે અત્યાર સુધીમાં 34નાં મોત થયા છે જયારે  અનેક લોકો ગુમ થયા છે. કેલિફોર્નિયાના ગવર્નર જેરી બ્રોને નાપા, સોનોમા અને યુબામાં ઈમર્જન્સી જાહેર કરી છે..

(12:00 am IST)