Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

કેન્દ્રીય વિદેશમંત્રી ડૉ.એસ. જયશંકર જ્યોર્જિયાના બે દિવસના પ્રવાસે દ્વિપક્ષીય સંબંધો, ક્ષેત્રિય અને વૈશ્વિક હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે

ભારતીય વિદેશમંત્રીની સ્વતંત્ર જ્યોર્જિયાની આ પ્રથમ યાત્રા

નવી દિલ્હી : રશિયાના  પ્રવાસે ગયેલ કેન્દ્રીય વિદેશમંત્રી ડો.એસ જયશંકરે રશિયાના નાયબ પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય આર્થિક સહયોગની સમીક્ષા કરી હતી. તેમણે કોરોનાની બીજી લહેર દરમ્યાન મળેલી રશિયાની સહાયતાની પ્રશંસા કરી હતી.

રશિયાના પ્રવાસે ગયેલ કેન્દ્રીય વિદેશમંત્રી ડૉ.એસ. જયશંકરે રશિયાના નાયબ પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય આર્થિક સહયોગની સમીક્ષા કરી હતી. તેમણે કોરોના ની બીજી લહેર દરમ્યાન મળેલી રશિયાની સહાયતાની પ્રશંસા કરી હતી. કેન્દ્રીય વિદેશમંત્રી ડૉ.એસ. જયશંકર આજથી જ્યોર્જિયાની બે દિવસીય યાત્રા કરશે. તેઓ જ્યોર્જિયાના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી ડેવિડ ઝાલકાલિયાનીના નિમંત્રણ પર ત્યાં જશે. કોઇ ભારતીય વિદેશમંત્રીની સ્વતંત્ર જ્યોર્જિયાની આ પ્રથમ યાત્રા હશે. ડૉ.એસ જયશંકર જ્યોર્જિયાના વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ અને ક્ષેત્રિય અને વૈશ્વિક હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેઓ તિવિલ્સીમા મહાત્મા ગાંધીની નવી પ્રતિમાનુ અનાવરણ કરશે. વિદેશમંત્રી ડૉ.એસ. જયશંકરની યાત્રાથી બન્ને દેશોના સંબંધો મજબૂત થશે.

(12:52 am IST)