Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સેન્સેક્સમાં ૧૮૩, નિફ્ટીમાં ૩૮ પોઈન્ટનું ગાબડું પડ્યું

એચડીએફસી બેંક, રિલાયન્સમાં નુકશાનની અસર : બે ટકાની ગિરાવટ સાથે બજાજ ઓટોના શેર સર્વાધિક નુકશાનમાં રહ્યા, ટીસીએસ, એક્સિસ બેંક ના શેર તૂટ્યા

મુંબઈ, તા.૯ : બીએસઈ સેન્સેક્સમાં શુક્રવારે ૧૮૩ પોઈન્ટની ગિરાવટ જોવા મળી હતી. માનક સુચકાંકમાં મજબૂત હિસ્સેદારી રાખતા એચડીએફસી બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રી અને ટીસીએસમાં નુકસાન સાથે બજાર નીચે આવ્યું. ત્રીસ શેરો પર આધારિત સુચકાંક ૧૮૨.૭૫ પોઈન્ટ એટલે કે ૦.૩૫ ટકાની ગિરાવટ સાથે ૫૨,૩૮૬.૧૯ પોઈન્ટ પર બંધ થયું. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૩૮.૧૦ પોઈન્ટ એટલે કે ૦.૨૪ ટકા તૂટીને ૧૫,૬૮૯.૮૦ પોઈન્ટ પર બંધ થયો.

સેન્સેક્સના શેરોમાં આશરે બે ટકાની ગિરાવટ સાથે બજાજ ઓટોના શેર સર્વાધિક નુકશાનમાં રહ્યા. આ ઉપરાંત ટીસીએસ, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રી અને ટેક મહિન્દ્રાનું સ્થાન રહ્યું. બીજી તરફ ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ અને એનટીપીસી સહિત ન્ય શેરો લાભમાં રહ્યા.

રિલાયન્સ સિક્યુરિટીસના રણનીતિના પ્રમુખ વિનોદ મોદીએ કહ્યું કે નાણાંકીય શેરોમાં નફા વસૂલી જારી રહેવાથી સ્થાનિક શેર બજારમાં ગિરાવટ આવી હતી. જોકે, ધાતુ, દવા અને રિયલીટી સૂચકાંક ચમકમાં રહ્યા જ્યારે ટીસીએસની આવક અનુમાન કરતા ઓછી રહેવાથી આઈટી સૂચકાંકમાં નરમી રહી હતી. મધ્યમ અને નાની કંપનીઓના શેરમાં લેવાલી જોવા મળી. એનું કારમ કમાણીની સંભાવનામાં સુધારાથી રોકાણકારો તેની તરફ આકર્ષિત થઈ રહ્યા છે.

તેમણે કહ્યું કે રાજ્યોમાં નિયંત્રણોમાં છૂટથી કારોબારી ગતિવિધિઓ વધી રહી છે. જોકે હાલમાં સંક્રમણના મામલા વધતા નજીકના ભવિષ્યમાં જોખમનું કારમ બની શકે છે. જાપાનના ટોક્યોમાં નવા પ્રતિબંધો લગાવાઈ રહ્યા છે.

એશિયાના અન્ય બજારોમાં શાંઘાઈ, સિયોલ અને ટોક્યો નુકશાનમાં રહ્યા જ્યારે હોંગકોંગમાં તેજી રહી હતી. યૂરોપના મુખ્ય બજારોમાં શરૂઆતના કારોબારમાં તેજી રહી. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓઈલ સૂચકાંક બ્રેન્ટ ક્રૂડ ૧.૦૮ ટકા વધીને ૭૪.૯૨ ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયું છે.

(9:10 pm IST)