Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ઉત્તર કોરિયામાં દુકાળથી કિમ જોંગની ચિંતામાં વધારો

તાનાશાહના શાસનમાં ભૂખમરા જેવી સ્થિતિ : અન્ન સંકટ ઘેરુ બની રહ્યુ છે તેમ તેમ કિમ જોંગ હવે સેના પરથી ફોકસ હટાવી લોકો પર ધ્યાન આપી રહ્યાનો દાવો

પેયોંગયંગ, તા.૯ : ઉત્તર કોરિયામાં ભીષણ દુકાળ બાદ હવે આ દેશના તાનાશાહ શાસક કિમ જોંગ ચિંતામાં છે. દુકાળના કારણે અડધા ઉત્તર કોરિયામાં ભૂખમારા જેવી સ્થિતિ છે ત્યારે પરમાણુ બોમ્બ અને સૈન્ય  શક્તિ વધારવાના કિમ જોંગના મનસૂબા બાજુ પર રહી ગયા છે.તાજેતરમાં જ કિમ જોંગે કહ્યુ હતુ કે, ઉત્તર કોકરિયા ૧૯૯૪ થી ૯૮ દરમિયાન પડેલા દુકાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યુ છે.ઉલ્લેખનીય છે કે, તે સમયે ૩૫ લાખ લોકોના દેશમાં મોત થયા હતા.

રિપોર્ટ પ્રમાણે જેમ જેમ ઉત્તર કોરિયામાં અન્ન સંકટ ઘેરુ બની રહ્યુ છે તેમ તેમ કિમ જોંગ હવે સેના પરથી ફોકસ હટાવીને નાગરિકો પર ધ્યાન આપી રહ્યા છે.

ઉત્તર કોરિયાએ કિમ જોંગ દ્વારા તેમના પરિવારના મકબરાની મુલાકાતની તસવીરો જાહેર કરી હતી.જેમાં દેખાઈ રહ્યુ હતુ કે, કિમ જોંગની સાથે પહેલી કતારમાં સામાન્ય કપડા પહેરીને ઉભેલા લોકો નજરે પડી રહ્યા હતા .જ્યારે સેનાની વર્દી પહેરેલા અધિકારીઓ પાછળ હતા.જેમાં ઉત્તર કોરિયાના મિસાઈલ પ્રોગ્રામના પ્રણેતા મનાતા રી પ્યોંગ ચોલ પણ પાછળની કતારમાં હતા.

અમેરિકાની થિક્ન ટેક્નનુ કહેવુ છે કે, આ ફોટોગ્રાફ દર્શાવી રહ્યો છે કે, દેશમાં હાલમાં સેનાને પ્રાથમિકતા નથી અપાઈ રહી.કિમ જોંગનુ ધ્યાન હાલમાં ઈકોનોમી પર વધારે છે.

આ પહેલા કિમ જોંગે ઉત્તર કોરિયામાં કોરોના વાયરસને કાબૂમાં કરવાની અધિકારીઓની નિષ્ફળતા પર પણ નારાજગી વ્યક્ત કરી હતી.કોરોના વાયરસને લઈને ઉત્તર કોરિયાએ આજ સુધી પોતાના આંકડા જાહેર નથી કર્યા.

(7:12 pm IST)