Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

કોરોનાની બીજી લહેર હજુ ખતમ નથી થઇ :નવા કેસમાંથી 32 ટકા મહારાષ્ટ્ર અને 21 ટકા કેરળમાં :સ્વાસ્થ્ય મંત્રાલય

કેરળમાં ઝીકા વાયરસની સ્થિતિની સમીક્ષા કરવા માટે છ સભ્યોની ટીમ કેરળ મોકલવાશે

નવી દિલ્હી : કોરોના વાયરસ સંક્રમણના કેસ દેશમાં ઓછા થઇ રહ્યા છે. ઓછા કેસ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે કોરોનાની બીજી લહેર હજુ ખતમ થઇ નથી. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ છે કે દેશમાં સામે આવી રહેલા કોરોનાના કુલ નવા કેસમાંથી 32 ટકા મહારાષ્ટ્ર અને 21 ટકા કેરળમાં સામે આવી રહ્યા છે.

સ્વાસ્થ્ય વિભાગના લવે કહ્યુ કે જ્યારે કોરોના પ્રોટોકોલ્સનું ઉલ્લંઘન કરનારા લોકોની આ તસવીર જોતા ડર લાગે છે, તેમણે કહ્યુ કે શું આ કોરોના વાયરસને સંક્રમિત કરવા માટે ખુલ્લુ આમંત્રણ નથી? તેમણે બાંગ્લાદેશમાં ત્રીજી લહેરનો ઉલ્લેખ પણ કર્યો છે અને કહ્યુ કે ત્યા કોરોના સંક્રમણના કેસ બીજી લહેરથી પણ વધુ છે.

લવે કહ્યુ કે કેરળમાં ઝીકા વાયરસની સ્થિતિની સમીક્ષા કરવા માટે છ સભ્યોની ટીમ કેરળ મોકલવામાં આવી રહી છે. બીજી તરફ ડોક્ટર વીકે પોલે કહ્યુ કે પ્રવાસન થવુ જોઇએ, ત્યા આજીવિકા પણ થવી જોઇએ પરંતુ કોરોના પ્રોટોકોલ્સનું ઉલ્લંઘન ના કરવુ જોઇએ, તેમણે કહ્યુ કે આ આમ કરવાનો યોગ્ય સમય નથી. ડૉક્ટર પોલે કહ્યુ કે આંકડા આ દર્શાવે છે કે વેક્સીન ગર્ભવતી મહિલાઓ માટે પણ સુરક્ષિત છે. જો કોઇ ગર્ભવતી મહિલા કોરોના સંક્રમિત થાય છે તો બાળકને પણ ખતરો છે.

ડૉક્ટર વીકે પોલે કહ્યુ કે ભારતમાં લંબડા વેરિએન્ટનો કોઇ ખતરો નથી, તેમણે કહ્યુ કે આ પેરૂમાં ફેલાયો છે અને અત્યાર સુધી દેશમાં તેનો કોઇ કેસ જોવા મળ્યો નથી.

(7:06 pm IST)