Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

બાંગ્‍લાદેશી હોટ અભિનેત્રી શમસુન્‍નાહર સ્‍મૃતિનો ઉદ્યોગપતિ અને ઢાકા બોટ ક્‍લબના મનોરંજન તેમજ સંસ્‍કૃતિ વિભાગના સચિવ નસીર યુ મહમુદ ઉપર દુષ્‍કર્મનો આરોપઃ પ્રધાનમંત્રી શેખ હસીના પાસે ન્‍યાયની માંગણી

Photo: 13

અમદાવાદઃ અભિનેત્રી સાથે શારીરિક છેડછાડની ખબરો અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. ક્યારેક કોઈ ડાયરેક્ટર કે પ્રોડ્યુસર દ્વારા તેમની સાથે અગઠીત માંગણી કરવામાં આવે કે પછી કાસ્ટિંગ કાઉચનો શિકાર બનાવવામાં આવે. આવા કિસ્સાઓ તમે ઘણીવાર સાંભળ્યાં હશે. પણ એક ખુબ જ જાણીતી અભિનેત્રીએ જાણીતા ઉદ્યોગપતિ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. અને આ કિસ્સો પ્રકાશમાં આવતા ભારે ઓહાપોહ મચ્યો છે. વાત એ હદે વણસી ગઈ છેકે, અભિનેત્રીએ હવે છેક, પ્રધાનમંત્રી પાસે ન્યાયની માગ કરી દીધી છે.

બાંગ્લાદેશની ખુબ જ જાણિતી અભિનેત્રી શમસુન્નાહર સ્મૃતિએ ફેસબુક પર એક પોસ્ટમાં જણાવ્યું કે ઉદ્યોગપતિએ ક્લબમાં તેની સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપ લગાવ્યા અને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ત્યારપછી ઉદ્યોગપતિની ધરપકડ કરવામાં આવી છે. પોરી માની નામથી ખુબજ પ્રખ્યાત અભિનેત્રીએ ફેસબુક પર ઉદ્યોગપતિનું નામ લીધા વગર વાત કહી હતી.

એક ખાનગી ન્યૂઝ કંપની અનુસાર અભિનેત્રીએ રાત્રે મીડિયાને સંબોધન કર્યું અને ઉદ્યોગપતિ તેમજ ઢાકા બોટ ક્લબના મનોરંજન તેમજ સંસ્કૃતિ મામલાના સચિવ નસીર યૂ મહમૂદ પર હુમલાનો આરોપ લગાવ્યો છે. તેણે પ્રધાનમંત્રી શેખ હસીનાથી ન્યાયની માગ કરી.

અભિનેત્રીએ આરોપ લગાવ્યો કે નસીરે ચાર દિવસ પહેલા ઢાકાના ઉત્તરા સ્થિત ક્લબમાં હુમલો કર્યો હતો. સમાચાર વેબસાઈટ અનુસાર આ આરોપો પર ટિપ્પણી અંગે ઉદ્યોગપતિ સાથે કોઈ સંપર્ક થઈ નથી શક્યો. ઢાકા બોટ ક્લબના સંસ્થાપક સદસ્ય નસીર રિયલ એસ્ટેટના વેપાર સાથે જોડાયેલા છે. તેઓએ ઉદ્યોગપતિ નસીર અને ચાર અન્ય સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ધ ડેલી સ્ટાર અખબાર અનુસાર ફરિયાદ પછી પોલીસે શોધખોળ હાથ ધરી અને ઉદ્યોગપતિ તેમજ અન્ય ચારની ધરપકડ કરી. ધરપકડ થયેલા લોકોમાં બેના નામ પ્રાથમિકીમાં સામેલ છે, જ્યારે ત્રણ તેમના સહયોગી છે.

ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ખુફિયા શાખાના સંયુક્ત આયુક્ત ઉત્તર હારુન ઉર્ફ રાશિદે એક અખબારને જણાવ્યું કે પાંચેય સામે સ્વાપક નિયંત્રણ કાયગા અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. કારણ કે શોધખોળ દરમિયાન નશીલા પદાર્થ અને દારુ મળી આવ્યું છે.

હારૂને કહ્યું કે આરોપી એવા વિવિધ ક્લબમાં પાર્ટી કરતા હતા જ્યાં મહિલાઓનું શોષણ થાય. અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપી સામે અન્ય લોકોએ મૌખિક ફરિયાદ પણ કરી હતી. તેઓએ જણાવ્યું કે જો કોઈ અધિકારિક ફરિયાદ નોંધાવે છે તો જ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

આ પહેલા પ્રધાનમંત્રી હસિનાને મા સંબોધિત કરીને અભિનેત્રીએ ફેસબુક પોસ્ટમાં દાવો કર્યો હતો તેણે કાયદા લાગુ કરતા અધિકારીઓથી મદદ માગી, પણ ન્યાય ના મળ્યો.

તેઓએ બાંગ્લા ભાષામાં ફેસબુક પોસ્ટમાં લખ્યું, ‘આખરે હું ક્યાં ન્યાય માગું, હું છેલ્લા ચાર દિવસથી ભટકી રહી છું, બધા મારી વાતો તો સાંભળે છે, પણ કોઈ કાર્યવાહી નથી કરતું. હું એક મહિલા છું અને અભિનેત્રી પણ છું, પરંતુ આ બધા પહેલા હું એક મનુષ્ય છુ. હું ચુપ નહીં રહી શકું.

પોરી મોની 2015માં ફિલ્મોમાં આવ્યા પછી તે ખુબ જાણિતી થઈ હતી. તેઓએ બે ડઝનથી વધુ બાંગ્લા ફિલ્મોમાં મુખ્ય અભિનય કર્યો છે. ગત વર્ષે ફોર્બ્સ પત્રિકામાં તેઓને એશિયાની 100 ડિજિટલ સ્ટારમાં સામેલ કરવામાં આવ્યા હતા.

(5:16 pm IST)