Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ચીનના પરમાણુ હથિયાર કાર્યક્રમમાં સૌથી મોટુ ઐતિહાસિક પગલુઃ 100થી વધુ પરમાણુ મિસાઇલ બનાવવાની કામગીરી શરૂ કરીઃ સેટેલાઇટની તસ્‍વીરોથી ભાંડો ફૂટયો

નવી દિલ્હી: ચીન પોતાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં રેગિસ્તાનમાં 119 નવા મિસાઇલ સાઇલો બનાવી રહ્યુ છે. ચીન આ ચાલની પોલ સેટેલાઇટ તસવીરોથી ખુલી છે. સેટેલાઇટથી મળેલી તસવીરોમાં સ્પષ્ટ રીતે અનેક સાઇલો જોવા મળી રહી છે. સાઇલો એક લાંબો, ઉંડો અને સિલિન્ડર જેવો ખાડો હોય છે, જેની અંદર પરમાણુ બેલેસ્ટિક મિસાઇલોને રાખવામાં આવે છે. જરૂર પડવા પર આ સાઇલોના ઢાંકણ ખોલીને અહીથી જ મિસાઇલને લોન્ચ કરવામાં આવે છે. ચીનના પરમાણુ હથિયાર કાર્યક્રમમાં આ સૌથી મોટુ ઐતિહાસિક પગલુ ગણવામાં આવી રહ્યુ છે.

વ્યવસાયિક સેટેલાઇટમાંથી લેવામાં આવેલી તસવીરોના આધાર પર સંરક્ષણના જાણકારોએ કહ્યુ છે કે ચીન પોતાના દેશની અંદર 119 પરમાણુ બેલેસ્ટિક મિસાઇલ સાઇલો બનાવી રહ્યુ છે. આ મિસાઇલ અમેરિકા સુધી માર કરવાની ક્ષમતા ધરાવે છે. જોકે, કોઇને એમ ખબર નથી કે આ સાઇનોમાં મિસાઇલ છે કે નથી. જો મિસાઇલ છે તો શું તેની ઉપર પરમાણુ હથિયાર લાગેલા છે કે નથી લાગેલા.

કેલિફોર્નિયાના મોન્ટેરી સ્થિત જેમ્સ માર્ટિન સેન્ટર ફોર નોનપ્રોલિફિરેશન સ્ટડીજના રિસર્ચર્સે પ્લેનેટ લેબ્સની સેટેલાઇટથી મળેલી તસવીરોની તપાસ કરી છે, જેમાં ચીનના ઉત્તર-પશ્ચિમમાં સ્થિત યૂમેન શહેર રણમાં આ મિસાઇલ સાઇલો જોવા મળી છે. આ સાઇલો એક વિન્ડફાર્મની બાજુમાં બનાવવામાં આવી છે.

પ્લેનેટ લેમ્બસના સહ-સંસ્થાપક અને સીઇઓ વિલ માર્શલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે, તેમણે પોતાાના ટ્વીટમાં બે તસવીર બતાવી છે, જેમાં સ્પષ્ટ રીતે મિસાઇલ સાઇલો જોવા મળે છે. વિલ માર્શલે લખ્યુ છે કે ચીન રણમાં 100થી પણ વધુ પરમાણુ મિસાઇલ સાઇલો બનાવી રહ્યુ છે. ગત વર્ષે તેને 100થી વધુ ઉઇગર ડિટેન્શન કેમ્પ બનાવ્યા હતા, હવે આ કામ કરી રહ્યુ છે. વિલ કહે છે કે સેટેલાઇટ તસવીરમાં દેખાય છે કે તેનું નિર્માણ વધુ ઝડપથી કરવામાં આવી રહ્યુ છે.

આ વિસ્તાર જાન્યુઆરી 2021માં એટલો વધુ વિકસીત થયો નહતો પરંતુ જૂન આવતા આવતા અહી હજારો સાઇલો બનેલી જોવા મળે છે. પહેલા અહી માત્ર રણ હતું. અત્યારે પરમાણુ મિસાઇલોનું ઘર બની રહ્યુ છે. ચીન પરમાણુ હથિયાર મામલે વિશ્વનું પાંચમુ સૌથી વધુ તાકાતવર દેશ છે. ચીન પાસે 250થી 350 પરમાણુ હથિયાર છે. જ્યારે અમેરિકા પાસે 5800 પરમાણુ હથિયાર છે, જેમાંથી 1373 મિસાઇલ, અને સબમરીનમાં તૈનાત રહે છે.

રશીયા પાસે કુલ મળીને 6375 પરમાણુ હથિયાર છે, જેમાંથી 1325 હંમેશા તૈનાત રહે છે. ચીન પાસે 50થી 75 ICBM મિસાઇલ છે. ચાર પરમાણુ મિસાઇલથી લેસ સબમરીન છે, જે જલ્દી વધારીને 8થી 9 કરવાની તૈયારી ચાલી રહી છે.

(5:16 pm IST)