Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ટીવી પહેલાં OTT પર છ અઠવાડિયા સ્ટ્રીમ થશે 'બીગ બોસ'

નવા સિઝનમાં સામાન્ય જનતાને બિગ બોસનાં અસામાન્ય શકિતઓ મળશે

મુંબઇ, તા.૯: TV પહેલાં OTT પર છ અઠવાડિયા સ્ટ્રીમ થશે 'બિગ બોસ', જાણો સંપૂર્ણ ડિટેઇલએન્ટરટેઇનમેન્ટ ડેસ્ક લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ'ની અપકમિંગ સીઝન તેનાં પહેલાં છ અઠવાડિયામાં OTT પર રિલીઝ થશે અને પછી ધીમે ધીમે ટીવી પર શો જોવા મળશે. નવી સીઝનને ' બિગ બોસ ઓટીટી' કહેવામાં આવશે. 'બિગ બોસ ઓટીટી', જે વૂટ પર સ્ટ્રીમ થશે જેમાં 'જનતા' ફેકટર રજૂ થશે. નવા સિઝનમાં સામાન્ય જનતાને બિગ બોસનાં અસામાન્ય શકિતઓ મળશે. જેનાંથી તેઓ સ્પર્ધકોને રોકવાં અને શોથી દૂર કરવાનાં પાવર મળશે.

વૂટ સેલેકટનાં પ્રમુખ ફરઝાદ પાલિયાનું કહેવું છે કે, 'વૂટમાં કંટેન્ટની આસપાસનાં અનુભવ અને નવાં વિચાર અમારી રણનીતિમાં સૌથી આગળ છે. 'બિગ બોસ'ની સીઝનમાં ભારે સફળતા જોવા મળી છે. અને તે ભારતનું સૌથી મનોરંજનવાળું કન્ટેન્ટ બની ગયુ હતું. બિગ બોસનાં શુભારંભ અમારા 'ડિજિટલ ફર્સ્ટ'નાં કોન્સેપ્ટને મજબૂત દિશામાં એક કદમ છે. અમને વિશ્વાસ છે કે, અમારા વફાદાર પ્રશંસક અને ગ્રાહક અમારા ૨૪ કલાકની લાઇવ ફિડ, ઇન્ટરએકિટવિટી અને કેમિંગ પ્રસાદનાં માધ્યમથી વાસ્તવમાં વિશ્વ સ્તરીય અનુભવનો આનંદ લેશે.

બિગ બોસની પૂર્વ પ્રતિયોગી અને બિગ બોસ-૪ની વિનર એકટ્રેસ શ્વેતા તિવારી શોનાં ઓટીટી સ્ટ્રીમિંગ અંગે ઉત્સાહિત છે.તે કહે છે કે, 'હું આ જાણીને ખુબજ ઉત્સાહિત છું. મારા માટે બિગ બોસ જીવન બદલનારો અનુભવ હતો. અને ન ફકત દર્સખોએ મને એક કલાકારનાં રૂપમાં પણ મારા વ્યકિતત્વની પરે મને જાણવાની તક મળી છે. પણ મને અધિક ધૈર્યવાન, સહનશીલ અને બોલતા શીખવ્યું છે. તેણે મને પરિવાર જેવાં મિત્રો આપ્યાં છે. હું દર વર્ષે 'બિગ બોસ' જોવું છઉં. પણ મને લાગે છે કે, આ દર્શક સભ્યનાં રૂપમાં, મારી પાસે પહેલાંથી વધુ શકિત હશે જે શોનાં અસલી જજ બનતા પહેલાં. આ એક ઓટીટી લોન્ચને વધુ રોમાંચકારી બનાવે છે.

(3:54 pm IST)