Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

આ વર્ષે થશે કાવડયાત્રા : ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ આપી મંજૂરી

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા પર કોર્ટના સ્ટે બાદ કાવડયાત્રાના આયોજનને લઇને મોટી જાહેરાત : અગાઉ ઉત્તરાખંડે યાત્રા પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી : ઉત્તરપ્રદેશમાં બોલાવાઇ મીટીંગ

નવી દિલ્હી તા. ૯ : ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ ૨૦૨૧માં કાવડ યાત્રાના આયોજનને મંજૂરી આપી દીધી છે. આ પહેલા ગુરૂવારે ધામીની અધ્યક્ષતામાં થયેલા આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કાવડ યાત્રાનાં આયોજનને લઈને વિચાર કર્યા બાદ કહેવામાં આવ્યું છે કે અનેક શરતોની સાથે પ્રવાસ કરવાની વ્યવસ્થા કરવામાં આવી શકે છે. સીએમ ધામીએ કહ્યું કે પડોસી રાજયોની સાથે તમામ પક્ષો પર ચર્ચા કરવામાં આવે અને સુનિશ્ચિત કરવામાં આવે કે યાત્રા કેટલી સુરક્ષિત રીતે કરી શકાય તેમ છે. બેઠકના પરિણામ આવ્યા બાદ યાત્રા સુનિશ્ચિત કરી શકાય. ત્યારે ઉત્તર પ્રદેશથી પણ સમાચાર આવી રહ્યા છે કે શુક્રવારે મુખ્યમંત્રી યોગીએ એક મહત્વની બેઠક બોલાવી છે.

સીએમ ધામીની ગુરૂવારની બેઠકમાં અનેક વિભાગે કાવડ યાત્રાને લઈને જાણકારી આપી. ઉત્તરાખંડે ૩૦ જૂને આ વર્ષે કાવડ યાત્રા પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. પરંતુ પડોશી રાજય ઉત્તર પ્રદેશે આ યાત્રાને મંજૂરી આપી દીધી છે. યુપીના પડોશી રાજયો સાથે વાત કરીને આ યાત્રાને સુનિશ્ચિક કરવા કવાયદ હાથ ધરી છે.

સીએમ ધામીએ ગુરૂવારે બેઠકમાં પ્રશાસનનને જે રીતે આદેશ આપ્યા. તેનાથી શકયતા બની ગઈ હતી કે કોવિડને ધ્યાનમાં રાખી કાવડ યાત્રા શરતો સાથએ નિકળશે. કાવડ યાત્રાથી કોરોનાનું સંકટ પેદા ન થાય તે માટે કોવિડ પ્રોટોકોલો સાથે આ યાત્રા નિકળશે.

કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરતા યાત્રાની પરવાનગીના જાહેરાત કર્યા બાદ પડોશી રાજયો સાથે તમામ પ્રક્રિયા સુનિશ્ચિત કરવા વાત કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ધામી સાથે વાતચીત બાદ સીએમ યોગીએ આજે શુક્રવારે ઉચ્ચ અધિકારીઓની એક બેઠક બોલાવી છે. જેમાં કાવડ યાત્રાના સંબંધમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે.

(3:18 pm IST)